અનન્યા પાન્ડેને ડેટ પર લઈ જવા માગે છે ચેતન સાકરિયા

16 April, 2021 04:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજસ્થાન માટે આ વર્ષે આઇપીએલમાં ડેબ્યુ કરનાર ચેતન સાકરિયા પહેલી જ મૅચમાં લાઇમલાઇટમાં આવી ગયો હતો. જોકે હાલમાં તેણે મનની વાત જણાવતાં કહ્યું કે ‘મને બૉલીવુડ અભિનેત્રી અનન્યા પાન્ડે ઘણી ગમે છે અને હું તેને ડેટ પર લઈ જવા માગું છું.’

ચેતન સાકરિયા અને અનન્યા પાન્ડે

રાજસ્થાન માટે આ વર્ષે આઇપીએલમાં ડેબ્યુ કરનાર ચેતન સાકરિયા પહેલી જ મૅચમાં લોકેશ રાહુલ, મયંક અગરવાલ અને ઝ્‍યે રિચર્ડસનની વિકેટ લઈને લાઇમલાઇટમાં આવી ગયો હતો. જોકે હાલમાં તેણે મનની વાત જણાવતાં કહ્યું કે ‘મને બૉલીવુડ અભિનેત્રી અનન્યા પાન્ડે ઘણી ગમે છે અને હું તેને ડેટ પર લઈ જવા માગું છું.’

વાસ્તવમાં રાજસ્થાન રૉયલ્સે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર એક વિડિયો અપલોડ કર્યો હતો જેમાં પેસર આકાશ સિંહ અને ચેતન સાકરિયા એકબીજા સાથે વાત કરતા જોવા મળે છે. આ વિડિયોમાં વાત કરતાં ચેતને કહ્યું કે યુવરાજ સિંહ મારો આદર્શ છે, કેમ કે જે ક્રિકેટર વધારે સિક્સર ફટકારતો તેને નાનપણમાં પહેલાં પસંદ કરવામાં આવતો અને માટે યુવરાજ તેનો હીરો છે. આ ઉપરાંત જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેની ફેવરિટ બૉલીવુડ અભિનેત્રી કોણ છે? એના જવાબમાં તેણે અનન્યા પાન્ડેનું નામ લીધું હતું અને કહ્યું હતું કે તે ઘણી સુંદર છે અને તેની સાથે કોઈક બીચ પર કૉફી પીવા માગું છું.

ananya pandey cricket news sports news ipl 2021