06 May, 2025 12:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પંજાબનો કૅપ્ટન શ્રેયસ ઐયર
પંજાબ કિંગ્સની ટીમ શ્રેયસ ઐયરની કૅપ્ટન્સીમાં વર્તમાન IPL સીઝનમાં ધૂમ મચાવી રહી છે. એને ૧૧ મૅચમાં સાત જીત અને ત્રણ હાર મળી છે, જ્યારે એક મૅચ વરસાદને કારણે રદ રહી હતી. ૧૫ પૉઇન્ટ સાથે પંજાબની ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં ટૉપ-ફોરમાં સ્થાન જાળવી રાખવામાં સફળ રહી છે.
એક પણ IPL ટ્રોફી ન જીતનાર પંજાબની ટીમ છેલ્લે ૧૪ પ્લસ પૉઇન્ટ મેળવી શકી હતી. એણે છેલ્લે ૨૦૧૪માં ૧૪ પ્લસ પૉઇન્ટ નોંધાવ્યા હતા. એ સમયે આ ટીમે ઑસ્ટ્રેલિયાના જ્યૉર્જ બેઇલીની કૅપ્ટન્સીમાં પોતાના હાઇએસ્ટ બાવીસ પૉઇન્ટ મેળવ્યા હતા. ત્યાર બાદ પંજાબની ટીમે ૨૦૧૭ અને ૨૦૨૨માં સૌથી વધુ ૧૪ પૉઇન્ટ જ પ્રાપ્ત કર્યા હતા.