06 May, 2025 11:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉર્વિલ પટેલ
ચેન્નઈ સુપર કિંગ્સે ગુજરાતના વિકેટકીપર-બૅટ્સમૅન ઉર્વિલ પટેલને દિલ્હીના વંશ બેદીના સ્થાને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ડાબા પગની ઘૂંટીમાં ઇન્જરીને કારણે બાવીસ વર્ષનો વિકેટકીપર-બૅટર વંશ ટુર્નામેન્ટમાં ડેબ્યુ કર્યા વગર બહાર થઈ ગયો છે.
મેગા ઑક્શનમાં અનસોલ્ડ રહ્યા બાદ મહેસાણાના ઉર્વિલ પટેલે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ગુજરાત તરફથી રમતાં ત્રિપુરા સામે ૨૮ બૉલમાં ભારતીય તરીકે ફાસ્ટેસ્ટ T20 સેન્ચુરી ફટકારી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ૩૦ લાખની બેઝ પ્રાઇસમાં ધોનીની ટીમમાં સામેલ થયેલો ૨૬ વર્ષનો ઉર્વિલ ૪૭ T20 મૅચમાં બે સેન્ચુરી અને ચાર ફિફ્ટીની મદદથી ૧૧૬૨ રન ફટકારી ચૂક્યો છે. ૨૦૨૩માં ગુજરાત ટાઇટન્સનો ભાગ રહેલો ઉર્વિલ ચેન્નઈની બાકીની ત્રણ મૅચ દરમ્યાન IPLમાં ડેબ્યુ કરવાની આશા રાખશે.