25 March, 2026 08:21 PM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent
રવિવારે ચેપૉક સ્ટેડિયમમાં સ્ટેજ પર એકસાથે જોવા મળ્યા ચેન્નઈ સુપર કિંગ્સના વર્તમાન પ્લેયર્સ અને કોચિંગ-સ્ટાફ.
ખલીલ અહમદ, રાહુલ ચહર, શ્રેયસ ગોપાલ, મૅટ હેન્રી, અકીલ હુસેન, નૂર અહમદ, અંશુલ કંબોજ જેવા બોલિંગ-વિકલ્પો પર ચેન્નઈ માટે બેસ્ટ બોલિંગ-પ્રદર્શન આપવાનું પ્રેશર રહેશે. ચેન્નઈ સુપર કિંગ્સની છેલ્લી સ્ક્વૉડમાંથી રવિચન્દ્ર અશ્વિન, રવીન્દ્ર જાડેજા, સૅમ કરૅન, ડેવોન કૉન્વે, રચિન રવીન્દ્ર અને મથીશા પથિરાના જેવા સ્ટાર પ્લેયર્સ આ વખતે જુદાં-જુદાં કારણોસર ટીમનો ભાગ નથી બન્યા. ટીમ એક રીતે પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહી છે.
5529
આટલા રન સાથે સુરેશ રૈના ચેન્નઈનો હાઇએસ્ટ રન-સ્કોરર છે. ધોની ૫૩૧૪ રન સાથે બીજા ક્રમે છે.
154
આટલી વિકેટ સાથે ડ્વેઇન બ્રાવો ચેન્નઈનો હાઇએસ્ટ વિકેટટેકર છે.
27.56
આટલી ઍવરેજ ઉંમર છે ચેન્નઈ સુપર કિંગ્સની વર્તમાન સ્ક્વૉડની.
ચેન્નઈ સુપર કિંગ્સનો રેકૉર્ડ
મૅચ - ૨૫૪
જીત - ૧૪૨
હાર - ૧૦૯
નો-રિઝલ્ટ - ૩
જીતની ટકાવારી - ૫૬.૧ ટકા
ટીમનો યંગેસ્ટ અને ઓલ્ડેસ્ટ પ્લેયર કોણ?
૧૮ વર્ષ ૨૫૦ દિવસની ઉંમર સાથે અન્ડર-19 વર્લ્ડ કપ ચૅમ્પિયન આયુષ મ્હાત્રે આ ટીમનો યંગેસ્ટ પ્લેયર છે. ૨૦૦૭ અને ૨૦૧૧નો વર્લ્ડ કપ ચૅમ્પિયન મહેન્દ્ર સિંહ ધોની ૪૪ વર્ષ ૨૫૯ દિવસની ઉંમર સાથે ટીમનો ઓલ્ડેસ્ટ પ્લેયર છે. ધોની વર્તમાન IPL સીઝનનો પણ ઓલ્ડેસ્ટ પ્લેયર છે.
ચેન્નઈ સુપર કિંગ્સનું પ્રદર્શન
ચેન્નઈની ટીમ પોતાની ૧૬ સીઝનમાંથી ૧૨ સીઝનમાં પ્લેઑફમાં પહોંચી છે. ૨૦૨૦, ૨૦૨૨, ૨૦૨૪ અને ૨૦૨૫ની સીઝનમાં ચેન્નઈની ટીમ લીગ-સ્ટેજમાંથી જ આઉટ થઈ ગઈ હતી. ૨૦૧૬ અને ૨૦૧૭ની સીઝનમાં આ ટીમ ફિક્સિંગ વિવાદ વચ્ચે સસ્પેન્ડ રહી હતી.