20 May, 2026 02:51 PM IST | England | Gujarati Mid-day Correspondent
ઇંગ્લૅન્ડની કૅપ્ટન નૅટ સિવર-બ્રન્ટ
વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ને ગણતરીના દિવસો બાકી છે ત્યારે યજમાન દેશ ઇંગ્લૅન્ડની કૅપ્ટન નૅટ સિવર-બ્રન્ટ ઇન્જર્ડ થઈ છે. ડાબા પગના સ્નાયુઓમાં ઇન્જરીને કારણે તેણે વર્લ્ડ કપ પહેલાંની ઘરઆંગણાની બે મહત્ત્વની T20 સિરીઝમાંથી બહાર થઈને ફિટનેસ પર ધ્યાન આપવાનો નિર્ણય લીધો છે. ઇંગ્લૅન્ડ ૨૦થી ૨૫ મે દરમ્યાન ન્યુ ઝીલૅન્ડ સામે અને ૨૮ મેથી બીજી જૂન દરમ્યાન ભારત સામે ૩-૩ મૅચની T20 સિરીઝ રમશે. આ બન્ને સિરીઝમાંથી ઑલરાઉન્ડર નૅટ સિવર-બ્રન્ટ બહાર થઈ ગઈ છે. તેને બદલે ચાર્લી ડીન અંગ્રેજ ટીમની કમાન સંભાળશે.