ભારતની બેન્ચ સ્ટ્રેંગ્થની ચૅપલે કરી પ્રશંસા

19 July, 2021 03:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતે ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં પોતાની જીત દરમ્યાન ફાસ્ટ બોલિગમાં પોતાની મજબૂતાઈ દર્શાવી હતી. ન્યુ ઝીલૅન્ડે પહેલી ટેસ્ટ બાદ બીજી ટેસ્ટ માટે ૬ ફેરફાર કરીને એજબેસ્ટનમાં સરળતાથી ઇંગ્લૅન્ડને હરાવીને તમામનને આશ્ચર્યચકિત કર્યા હતા.

ભારતની બેન્ચ સ્ટ્રેંગ્થની ચૅપલે કરી પ્રશંસા

ઑસ્ટ્રેલિયાના દિગ્ગજ ઇયાન ચૅપલના મતે કોરોના દરમ્યાન કોઈ પણ ટીમમાં સૌથી મહત્ત્વની વાત દરેક વિભાગમાં ઘણા કુશળ ક્રિકેટરોની હાજરી છે. ભારત અને ઇંગ્લૅન્ડ આ મામલે ઑસ્ટ્રેલિયાની સરખામણીમાં ઘણી સારી સ્થિતિમાં છે. ચૅપલે ઇએસપીએનક્રીકઇન્ફોમાં પોતાની કૉલમમાં લખ્યું હતું કે રોગચાળાના આ સમયમાં એટલું સ્પષ્ટ થઈ ગયું છે કે એક ટીમમાં સૌથી મૂલ્યવાન બાબત તેની પાસે બોલિંગ અને બૅટિંગમાં એકથી વધુ ક્રિકેટરોની હાજરી છે. ભારતે ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં પોતાની જીત દરમ્યાન ફાસ્ટ બોલિગમાં પોતાની મજબૂતાઈ દર્શાવી હતી. ન્યુ ઝીલૅન્ડે પહેલી ટેસ્ટ બાદ બીજી ટેસ્ટ માટે ૬ ફેરફાર કરીને એજબેસ્ટનમાં સરળતાથી ઇંગ્લૅન્ડને હરાવીને તમામનને આશ્ચર્યચકિત કર્યા હતા. 
ચૅપલે કહ્યું કે ઇંગ્લૅન્ડે પણ પાકિસ્તાન સામેની વન-ડે સિરીઝમાં પોતાની ટીમની બેન્ચ સ્ટ્રેંગ્થનું સારું ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જેનો ફાયદો તેને ઍશિઝમાં મળી શકે છે. ઇંગ્લૅન્ડે પાકિસ્તાનને ત્રણ વન-ડે મૅચની સિરીઝમાં સરળતાથી હરાવીને પોતાની ટીમની બેન્ચ સ્ટ્રેંગ્થ દેખાડી હતી. સાકિબ મહમૂદ અને બ્રાઇડન કાર્સ જેવા ફાસ્ટ બોલરોનું પ્રદર્શન જોતાં તેમને ઑસ્ટ્રેલિયામાં રમાનારી ઍશિઝમાં તક મળી શકે છે. ૭૭ વર્ષના ભૂતપૂર્વ બૅટ્સમૅનના મતે જ્યાં સુધી બૅટિંગનો સવાલ છે, તો ભારતની સ્થિતિ ક્રિકેટ રમનારા અન્ય દેશો કરતાં સારી છે. તેમની સિસ્ટમમાં પારંપરિક ટેક્નિક સાથે ખેલાડીઓને તૈયાર કરવામાં આવે છે અને ફર્સ્ટ ક્લાસ સ્તર સુધી પૂરતી તક આપવામાં આવે છે, જે જોઈને કોઈને પણ ઈર્ષા થાય.

sports news sports cricket news