10 March, 2025 08:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિખર ધવન, વરુણ ચક્રવર્તી
ચૅમ્પિયન્સ ટ્રોફીના ઍમ્બૅસેડર શિખર ધવને ભારતના મિસ્ટરી સ્પિનર વરુણ ચક્રવર્તીની પ્રશંસા કરી છે. ભૂતપૂર્વ ભારતીય ઓપનર શિખર ધવન કહે છે કે ‘મને ખરેખર એક વધારાનો સ્પિનર વરુણ ચક્રવર્તીને લાવવા માટે કરવામાં આવેલું પરિવર્તન ગમ્યું. તે ગેમ-ચૅન્જર રહ્યું છે, તે કૅપ્ટન અને કોચ દ્વારા એક માસ્ટરસ્ટ્રોક નિર્ણય હતો. તેણે ભારતને વધુ સંતુલિત ટીમ બનાવી છે, ખાસ કરીને ધીમી અને ટર્નિંગ પિચો પર. ભારતને ખરેખર ફાયદો થયો છે એટલે જ તેઓ વધુ પ્રભુત્વ મેળવવા લાગ્યા.’
વરુણ ચક્રવર્તીએ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ત્રણ મૅચમાં નવ વિકેટ ઝડપી હતી. ત્રણેય મૅચમાં તેણે ભારતને શરૂઆતની વિકેટ અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારત માટે મોહમ્મદ શમીએ પણ પાંચ મૅચમાં સૌથી વધુ નવ વિકેટ ઝડપી હતી.