વિરાટ અને તમન્ના વિરૂદ્ધ મદ્રાસ કોર્ટમાં કેસ નોંધાયો, આ છે આરોપ

31 July, 2020 09:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિરાટ અને તમન્ના વિરૂદ્ધ મદ્રાસ કોર્ટમાં કેસ નોંધાયો, આ છે આરોપ

વિરાટ કોહલી અને તમન્ના ભાટિયા

બૉલવુડ અભિનેત્રી તમન્ના ભાટિયા અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી હાલ મુસીબતોનો સામનો કરી રહ્યા છે. આ બન્નેની ધરપકડ કરવા માટે મદ્રાસ હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. તમન્ના ભાટિયા અને વિરાટ કોહલી પર સટ્ટાને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. જેના કારણે કોર્ટમાં અરજી કરવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચેન્નઈના વકીલે તમન્ના ભાટિયા અને વિરાટ કોહલી વિરુદ્ધ મદ્રાસ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. વકીલે પોતાની અરજીમાં કહ્યું છે કે તમન્ના અને વિરાટ પોતાની જાહેરાત દ્વારા ઑનલાઈન સટ્ટેબાજીને પ્રોત્સાહન આપી રહ્યા છે. સાથે જ વકીલે કોર્ટને વિનંતી કરી છે કે ઑનલાઈન સટ્ટાબાજી પર પ્રતિબંધ લગાવવાની સૂચનાઓ જાહેર કરવી જોઈએ, કારણકે યુવાનોને આની લત લાગી રહી છે અને એના વ્યસની બની રહ્યા છે.

અરજદાર વકીલનું કહેવું છે કે ઑનલાઈન સટ્ટેબાજ કંપની વિરાટ કોહલી અને તમન્ના ભાટિયા જેવી સ્ટાર્સનો ઉપયોગ કરીને યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે અને તેથી બન્નેની ધરપકડ કરવી જ જોઈએ. ઑનલાઇન સટ્ટામાં હારી ગયેલી રકમ ન ભરવાના કારણે તાજેતરમાં એક યુવકે આત્મહત્યા કરી લીધી હોવાના બનાવને નોંધ લીધા બાદ વકીલે આ અરજી કોર્ટમાં કરી હતી.

નોંધપાત્ર વાત એ છે કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને બૉલીવુડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા મોબાઈલ પ્રીમિયર લીગ (એમપીએલ)ની જાહેરાત કરે છે. તે બન્ને ગેમિંગ પ્લેટફોર્મના બ્રાન્ડ એમ્બેસેડર છે. એમપીએલના આ સમયે 3 કરોડ 50 લાખથી વધુ યૂઝર્સ થઈ ગયા છે. આ પ્લેટફોર્મ પર 40થી વધુ રમતો છે. આઈપીએલ પહેલા એમપીએલની પાસે છ ક્રિકેટ ગેમ્સ છે, જે યૂઝર્સને વધુ વિકલ્પો આપે છે.

આ રીતની ઑનલાઈન ગેમ્સ દ્વારા સટ્ટેબાજીને ઘણું પ્રોત્સાહન મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ હૈદરાબાદના એક ગ્રેજ્યુએશન કરી રહેલા વિદ્યાર્થીએ ઑનલાઈન સટ્ટેબાજીના કારણે ઑનલાઈન ગેમિંગમાં 20 હજાર રૂપિયા ગુમાવી દીધા. બાદ તે ડિપ્રેશનમાં આવી ગયો અને એણે આત્મહત્યા કરી લીધી.

virat kohli tamannaah bhatia cricket news sports news