બુમરાહે કરી કુંબલેના ઍક્શનની કૉપી, જમ્બોએ આપ્યું રીઍક્શન

01 February, 2021 03:19 PM IST  |  Mumbai | Mumbai correspondent

બુમરાહે કરી કુંબલેના ઍક્શનની કૉપી, જમ્બોએ આપ્યું રીઍક્શન

બુમરાહે કરી કુંબલેના ઍક્શનની કૉપી, જમ્બોએ આપ્યું રીઍક્શન

ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચમી ફેબ્રુઆરીથી ચાર ટેસ્ટ, પાંચ ટી૨૦ અને ત્રણ વન-ડે મૅચની સિરીઝ શરૂ થઈ રહી છે. આ બન્ને દેશ વચ્ચેની ટુર્નામેન્ટ શરૂ થતાં પહેલાં ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો એક વિડિયો જબરદસ્ત વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે ભારતના ભૂતપૂર્વ પ્લેયર અનિલ કુંબલેની જેમ બોલિંગ કરતો જોવા મળી રહ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે આ વિડિયો પોતાના ટ્વિટર-અકાઉન્ટ પર અપલોડ કર્યો હતો, જે ક્રિકેટપ્રેમીઓને ગમ્યો હતો.
બુમરાહની આ નવી ઍક્શનનો વિડિયો સોશ્યલ મીડિયા પર અપલોડ કરીને ક્રિકેટ બોર્ડે કહ્યું કે ‘જસપ્રીત બુમરાહ જે જબરદસ્ત યૉર્કર અને શાર્પ બાઉન્સર નાખવા માટે જાણીતો છે તેનો ક્યારેય ન જોયો હોય એવો અવતાર આજે જોવા મળે છે. બુમરાહ લેજન્ડરી અનિલ કુંબલેની જેમ બોલિંગ-ઍક્શન કરી રહ્યો છે અને એમાં સારી રીતે પર્ફોર્મ પણ કરી રહ્યો છે.’
કુંબલેએ પણ આ વિડિયો સામે પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું કે ઘણું સારું કરી રહ્યો છે બુમરાહ. તું નવી પેઢી માટે પ્રેરણારૂપ છે, જેઓ તારી નકલ કરે છે.

sports sports news cricket news jasprit bumrah