બાયો સિક્યૉર પ્રોટોકૉલ તોડવાને લીધે આઇસોલેટ થયો મોહમ્મદ હાફિઝ

14 August, 2020 01:02 PM IST  |  Mumbai Desk | Agencies

બાયો સિક્યૉર પ્રોટોકૉલ તોડવાને લીધે આઇસોલેટ થયો મોહમ્મદ હાફિઝ

મોહમ્મદ હાફિઝ

પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડ વચ્ચે ગઈ કાલથી બીજી ટેસ્ટ મૅચ શરૂ થઈ હતી. પાકિસ્તાન ક્રિકેટ ટીમના મોહમ્મદ હાફિઝે બાયો સિક્યૉર પ્રોટોકૉલ તોડ્યો હતો જેને લીધે તે આઇસોલેટ થયો હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના જણાવ્યા પ્રમાણે હોટેલની રૂમમાંથી બહાર નીકળીને હાફિઝ ગૉલ્ફ કોર્સમાં ગયો હતો અને એના કેટલાક મેમ્બરો સાથે મળીને ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા હતા. આ સંદર્ભે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું કે ‘આજે સવારે મોહમ્મદ હાફિઝ ગૉલ્ફ કોર્સમાં ગયો હતો જેને કારણે તેણે બાયો સિક્યૉર પ્રોટોકૉલનું ઉલ્લંઘન કર્યું હતું. ગૉલ્ફ કોર્સમાં તેણે કેટલાક લોકો સાથે મળીને ફોટો ક્લિક કર્યા હતા અને સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યા હતા. આ ફોટોમાં જોવા મળી રહ્યા પ્રમાણે મોહમ્મદ હાફિઝે સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. ડૉક્ટર અને ટીમ મૅનેજમેન્ટ સાથે ચર્ચા કર્યા બાદ બુધવારે બપોરે તેનો કોરોના-રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો. હાફિઝને આઇસોલેટ કરવાનો નિર્ણય તેના અને તેની આસપાસના લોકોના હિતમાં છે. ટીમ મૅનેજમેન્ટના મતે આ એક અજાણતાં થયેલી ભૂલ છે, પણ સારી વાત એ છે કે અન્ય પ્લેયરો નિયમનું બરાબર પાલન કરી રહ્યા છે.’

sports sports news cricket news