08 July, 2019 03:31 PM IST | Brazil
બ્રાઝીલે 12 વર્ષ બાદ 9મું ટાઇટલ જીત્યું
Brazil : રવીવારે રમાયેલી કોપા અમેરિકા (Copa Amerika) ફુટબોલ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં મેજબાન બ્રાઝીલે શાનદાર પ્રદર્શન કરતા પેરૂને 3-1 થી હરાવીને નવમીવાર કોપા અમેરિકા 2019 નો ખિતાબ જીત્યો છે. રિયોમાં મારાકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં યજમાન બ્રાઝિલના જીસસે પોતાની ટીમ માટે પહેલા હાફમાં અંજરી ટાઇમ (48 મિનિટ) માં ગોલ કર્યો હતો. તો બ્રાઝિલ માટે અન્ય ખેલાડીઓ એવર્ટન સોરારેસે 15મી મિનિટે ગોલ કર્યો. તો રિચાર્લિસને 90મી મિનિટે પેનલ્ટી પર ગોલ કર્યો હતો. બ્રાઝિલે આ નવું ટાઇટલ જીત્યું છે. જોકે બ્રાઝિલે 12 વર્ષ બાદ આ ટાઇટલ જીત્યું છે.
બ્રાઝિલના એક ખેલાડીને લાલ કાર્ડ મળ્યા બાદ 10 ખેલાડીઓથી મેચ જીતી
જીસસને 70મી મિનિટમાં લાલ કાર્ડ આપવામાં આવ્યું હતું અને મેદાન બહાર જવા માટે મજબુર થયા હતા. ત્યાર બાદ બ્રાઝિલની ટીમ 10 ખેલાડીઓની સાથે રમવા પર મજબુર થઇ ગઇ હતી. પેરૂએ મેચમાં માત્ર 1 ગોલ જ કર્યો હતો. પેરૂ આ પહેલા બે વાર કોપા અમેરિકા ટાઇટલ જીત્યું હતું અને છેલ્લે 1975 બાદ ક્યારેય ટાઇટલ જીત્યું ન હતું. પેરૂના પાઓલો ગોએરેરોએ 44મી મિનિટે પેનાલ્ટી પર ગોલ કર્યો હતો. બ્રાઝીને ક્વાર્ટર ફાઇનલમાં પરાગ્વે અને ત્યાર બાદ સેમી ફાઇનલમાં આર્જેન્ટીનાને હરાવ્યુ હતું. પેરૂએ ક્વાર્ટર ફાઇનલમાં ઉરૂગ્વેને અને સેમી ફાઇનલમાં ચીલીને હરાવ્યું હતું.
આ પણ જુઓ : મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ
ઉરૂગ્વેએ સૌથી વધુ 15વાર આ ટાઇટલ જીત્યું છે
દ. અમેરિકાની સૌથી પ્રાચીન અને પ્રતિષ્ઠિક ફુટબોલ ટુર્નામેન્ટમાં ઉરૂગ્વે ટીમની બોલબાલા રહી હતી. આ ટીમે સૌથી વધુ 15 વખત ટાઇટલ જીત્યું છે. ત્યાર બાદ આર્જેન્ટીનાએ 14 વાર ટાઇટલ જીત્યું છે. બ્રાઝીલ 9 વખત ટાઇટલ જીત્યું છે. ઉરૂગ્વે આ વખતે ક્વાર્ટર ફાઇનલ સુધી જ પહોંચી શકી હતી. દ. અમેરિકાના દેશો વચ્ચે રમાનાર આ ટુર્નામેન્ટમાં મોટા ભાગે 12 ટીમો રમતી હોય છે. પણ કોનમેબોલને બાદ કરતા 10 સભ્યો છે. એટલે કે ટુર્નામેન્ટમાં હંમેશા અન્ય ટીમોને પણ બોલાવવામાં આવે છે. આ વખતે કોપા અમેરિકા ટુર્નામેન્ટમાં જાપાન અને કતરની ટીમો બહારની હતી.
આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?
બ્રાઝીલે ક્યારે જીત્યો હતો ખિતાબ
બ્રાઝીલે આ પહેલા વર્ષ 1919, 1922, 1949, 1997, 1999, 2004, 2007 માં કોપા અમેરિકાનો ખિતાબ જીત્યો હતો. આ ટીમે પાંચમીવાર પોતાની મેજબાનીમાં આ ટાઇટલ જીતવાની ઉપ્લબ્ધી મેળવી હતી.