બોલર હસન અલીએ કહ્યું,ચૅમ્પિયન્સ ટ્રોફીની જેમ વર્લ્ડકપમાં ભારતને હરાવશે પાકિસ્તાન

16 September, 2021 07:04 PM IST  |  Mumbai | Agency

અમે કોઈ પણ રીતે મૅચ જીતવાનો પ્રયાસ કરીશું. યુએઈની પિચ સ્પિનરો માટે મદદગાર છે. વિવિધતા સાથેની ફાસ્ટ બોલિંગ આ પિચ પર ફાસ્ટ બોલરો માટે પણ સારી સાબિત થઈ શકે છે.’

બોલર હસન અલીએ કહ્યું, ચૅમ્પિયન્સ ટ્રોફીની જેમ વર્લ્ડ કપમાં ભારતને હરાવશે પાકિસ્તાન

પાકિસ્તાનની ટીમના ફાસ્ટ બોલર હસન અલીના મતે આગામી ટી૨૦ વર્લ્ડ કપમાં એમની ટીમ ભારતને હરાવવાનો પૂરો પ્રયત્ન કરશે. વિરાટ કોહલીની કૅપ્ટન્સીમાં ભારતીય ટીમ ૨૪ ઑક્ટોબરના રોજ બાબર આઝમના નેતૃત્વવાળી પાકિસ્તાનની ટીમનો સામનો દુબઈમાં કરવાની છે. પાકિસ્તાનની ટીમ હજી સુધી વર્લ્ડ કપમાં ભારતને હરાવી શકી નથી. એથી પાકિસ્તાન પરાજયની આ પરંપરાને તોડવાનો પ્રયાસ કરશે. 
એક યુટ્યુબ ચૅનલને આપેલા ઇન્ટરવ્યુ દરમ્યાન હસન અલીએ કહ્યું હતું કે ‘૨૦૧૭ની ફાઇનલ અમારા માટે સારો સમય હતો. અમે એના પુનરાવર્તનનો પ્રયાસ કરીશું. ભારત સામેની મૅચ દરમ્યાન ઘણું દબાણ હોય છે. આ મૅચની વ્યુઅરશિપ પણ ઘણી હોય છે. અમે કોઈ પણ રીતે મૅચ જીતવાનો પ્રયાસ કરીશું. યુએઈની પિચ સ્પિનરો માટે મદદગાર છે. વિવિધતા સાથેની ફાસ્ટ બોલિંગ આ પિચ પર ફાસ્ટ બોલરો માટે પણ સારી સાબિત થઈ શકે છે.’
હસન અલી ટીમના ચીફ કોચ મિસ્બાહ ઉલ હક તથા અન્ય કોચિંગ સ્ટાફ દ્વારા અચાનક પદ છોડી દેવાથી પણ નારાજ છે. તેણે કહ્યું હતું કે ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં કોચિંગ સ્ટાફના ફેરબદલથી ઘણો નિરાશ છું, પરંતુ આ અમારા હાથમાં નથી. વકાર યુનુસ મારા રોલ મોડલ છે. મેં બો​લિંગની શરૂઆત પણ તેમના કારણે જ કરી હતી. 

sports news sports cricket news pakistan