બાઉન્સિંગ બૅક જેવા શબ્દનો અમે ઉપયોગ નથી કરતા: કેન વિલિયમસન

25 February, 2020 07:37 AM IST  |  Wellington

બાઉન્સિંગ બૅક જેવા શબ્દનો અમે ઉપયોગ નથી કરતા: કેન વિલિયમસન

કેન વિલિયમસન

કેન વિલિયમસનનું કહેવું છે કે તેઓ ક્યારેય ‘બાઉન્સિંગ બૅક’ જેવા શબ્દનો ઉપયોગ નથી કરતા. ડિસેમ્બર-જાન્યુઆરી દરમ્યાન ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝમાં તેઓ ૩-૦થી હાર્યા હતા. જોકે ઇન્ડિયા સામેની પહેલી ટેસ્ટ-મૅચમાં ન્યુ ઝીલૅન્ડે જોરદાર પર્ફોર્મન્સ આપી દસ વિકેટે જીત મેળવી છે. તેમના અદ્ભુત કમબૅક વિશે પૂછતાં કેન વિલિયમસને કહ્યું હતું કે ‘અમારા ગ્રુપમાં અમે બાઉન્સિંગ બૅક જેવા શબ્દનો ઉપયોગ નથી કરતા. રિઝલ્ટ વિશે વિચારીને તમે સારું પર્ફોર્મ નહીં કરી શકો. ખાસ કરીને તમે જ્યારે ખૂબ જ ખરાબ રીતે હાર્યા હો અને એક સારી મૅચ જીતવા માટે અમે રિઝલ્ટ પર ધ્યાન આપીને મૅચ નથી રમતા. અમારા માટે જે મહત્ત્વનું છે એના પર અમે ફોકસ કરીએ છીએ. અમને જે કામ આપવામાં આવ્યું છે એના પર અમે ધ્યાન આપીએ છીએ જેથી અમે સફળ થઈ શકીએ. અમે આ મૅચમાં એ જ કર્યું અને રિઝલ્ટ અદ્ભુત રહ્યું હતું.’

‘સ્ટ્રૉન્ગ’ ઇન્ડિયન ટીમને હરાવવું અદ્ભુત રહ્યું : વિલિયમસન

કેન વિલિયમસનનું કહેવું છે કે ઇન્ડિયાની ટીમને હરાવવી ખૂબ જ અદ્ભુત ફિલિંગ છે. ટેસ્ટમાં ઇન્ડિયા દુનિયાની નંબર વન ટીમ છે. આઇસીસીની ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ઇન્ડિયા પહેલી વાર હારી છે અને એ પણ ન્યુ ઝીલૅન્ડની ટીમ સામે. ન્યુ ઝીલૅન્ડ સામે આપણે વર્લ્ડ કપની સેમી-ફાઇનલમાં પણ હારી ચૂક્યા છીએ. ન્યુ ઝીલૅન્ડની ટૂરમાં ટી૨૦ જીત્યા બાદ ઇન્ડિયા વન-ડે સિરીઝ હારી ગયું હતું અને હવે બે ટેસ્ટમાંની એક મૅચ ઇન્ડિયા હારી ગયું છે. દસ વિકેટથી જીતનાર ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન કેન વિલિયમસનનું કહેવું છે કે ‘ચાર દિવસ દરમ્યાન અમે ખૂબ જ સારા પ્રયત્નો કર્યા હતા. આપણે બધા જાણીએ છીએ કે દુનિયાભરમાં ઇન્ડિયા કેટલી સ્ટ્રૉન્ગ ટીમ છે. ફર્સ્ટ ઇનિંગમાં અમે જે બૅટિંગ કરી અને ત્યાર બાદ બોલિંગ દ્વારા પણ અમારું પર્ફોર્મન્સ અદ્ભુત હતું. અમારા લોઅર ઑર્ડર્સના પ્લેયર જે રન કરી ગયા એ અમને લીડ આપવા માટે ખૂબ જ મહત્ત્વરૂપ સાબિત થયા હતા.’

india new zealand cricket news wellington sports news kane williamson