✕

હવે પાકિસ્તાનીઓના બૉલ-ટૅમ્પરિંગનો ખુલાસો કર્યો શોએબ અખ્તરે

20 November, 2026 10:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શોએબ અખ્તર કહે છે, ‘આવી હરકતોથી દેશના ક્રિકેટને જ નુકસાન થાય છે. એક સમયે અમે બૉલ-ટૅમ્પરિંગ માટે બૉટલ કૅપ્સનો ઉપયોગ કરતા હતા. અમે બૉલ બદલતા હતા અને બીજી ઘણી બધી વસ્તુઓ કરતા હતા. હું ઘણા બૉલ સાથે ઘણી વસ્તુઓ કરતો હતો, પરંતુ આખી ટીમ એનાથી વાકેફ હતી.

શોએબ અખ્તર

૨૦૧૮ના ઑસ્ટ્રેલિયન ટીમના ‘સૅન્ડપેપર ગેટ’ કાંડની આસપાસ ચાલી રહેલી ગરમાગરમ ચર્ચા વચ્ચે પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે મોટું નિવેદન આપ્યું છે. પાકિસ્તાની પ્લેયર્સ એક સમયે બૉલ સાથે ચેડાં કરવા માટે બૉટલ કૅપ્સનો ઉપયોગ કરતા હતા.

શોએબ અખ્તર કહે છે, ‘આવી હરકતોથી દેશના ક્રિકેટને જ નુકસાન થાય છે. એક સમયે અમે બૉલ-ટૅમ્પરિંગ માટે બૉટલ કૅપ્સનો ઉપયોગ કરતા હતા. અમે બૉલ બદલતા હતા અને બીજી ઘણી બધી વસ્તુઓ કરતા હતા. હું ઘણા બૉલ સાથે ઘણી વસ્તુઓ કરતો હતો, પરંતુ આખી ટીમ એનાથી વાકેફ હતી. મારે મારા જૂના સાથી ખેલાડીઓ વિશે ઘણું કહેવાનું છે પરંતુ હું એ કહીશ નહીં. હું તેમને મુશ્કેલીમાં ન મૂકી શકું એક સમય હતો જ્યારે મને લાગતું હતું કે હું મેદાન પર બાવીસ પ્લેયર્સ સામે રમી રહ્યો છું, કારણ કે હું જેની સાથે રમ્યો હતો એ દરેક પ્લેયર મૅચ-ફિક્સિંગની શંકા હેઠળ હતો. મને ખબર નહોતી કે કોના પર વિશ્વાસ કરવો.’

pakistan shoaib akhtar australia cricket news sports news sports