ઑસ્ટ્રેલિયાની ટેસ્ટ-ટીમમાં પહેલી વાર સ્થાન મળ્યું જોશ ઇંગ્લિસ અને નૅથન મૅકસ્વીનીને

11 November, 2024 10:10 AM IST  |  Australia | Gujarati Mid-day Correspondent

BGTમાં ભારત સામેની પહેલી ટેસ્ટ માટે ૧૩ સભ્યોની આૅસ્ટ્રેલિયન ટીમ જાહેર થઈ

જોશ ઇંગ્લિસ, નૅથન મૅકસ્વીની

ભારત સામેની બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT)ની બાવીસમી નવેમ્બરથી આયોજિત પહેલી ટેસ્ટ માટે ઑસ્ટ્રેલિયાએ પોતાની ટીમની જાહેરાત કરી છે. ઑસ્ટ્રેલિયા A ટીમના કૅપ્ટન નૅથન મૅકસ્વીની અને હાલમાં જ ઇંગ્લૅન્ડના ટેમ્પરરી કૅપ્ટન બનેલા જોશ ઇંગ્લિસને પહેલી વાર ઑસ્ટ્રેલિયાની ટેસ્ટ-ટીમમાં સ્થાન મળ્યું છે. ઇન્ડિયા A ટીમ સામે ઑસ્ટ્રેલિયા A ટીમે સતત બે ટેસ્ટ જીતી છે. ૨૪ વર્ષના ઑલરાઉન્ડર નૅથન મૅકસ્વીનીએ ૧૬૬ રન ફટકારીને બે વિકેટ પણ ઝડપી છે. તે ભારત સામે ઉસ્માન ખ્વાજા સાથે ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. તેની પાસે ઇન્ટરનૅશનલ ડેબ્યુની પણ તક છે. જ્યારે ૨૯ વર્ષના જોશ ઇંગ્લિશ ઍલેક્સ કેરીના બૅકઅપ વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ થયો છે.

પહેલી ટેસ્ટ માટે ૧૩ સભ્યોની ટીમ:  પૅટ કમિન્સ (કૅપ્ટન), સ્કૉટ બોલૅન્ડ, ઍલેક્સ કેરી, જોશ હેઝલવુડ, ટ્રૅવિસ હેડ, જોશ ઇંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લબુશેન, નૅથન લાયન, મિચલ માર્શ, નૅથન મૅકસ્વીની, સ્ટીવ સ્મિથ, મિચલ સ્ટાર્ક.

australia border-gavaskar trophy india cricket news sports news sports