વિરાટ કોહલીની સફળતા પર બનેલી બુક 'ધ મેકિંગ ઓફ અ ચેમ્પિયન' લોન્ચ

07 May, 2019 11:58 AM IST  | 

વિરાટ કોહલીની સફળતા પર બનેલી બુક 'ધ મેકિંગ ઓફ અ ચેમ્પિયન' લોન્ચ

(ફોટો: ફેસબુક)

ભારતીય ક્રિકેટના સ્ટાર અને 'રન મશીન' કે જેમને પ્રેમથી 'ચીકૂ' બોલાવવામાં આવે છે તે એટલે 'વિરાટ કોહલી'. વિરાટ કોહલીની સફળતા અને તેમના અત્યાર સુધીના સફર પર લખાયેલી બુક 7મેના લોન્ચ કરાઈ રહી છે. વિરાટ કોહલી નાના હતા ત્યારે તેમના ગાલ મોટા હોવાના કારણે તેમને ચીકુ કઈને બોલાવવામાં આવતા અને ત્યારથી જ તેમનુ નામ આ નિકનેમ બની ગયું છે. વિરાટને આ ઉપનામ અંડર-19 વર્લ્ડ કપમાં મળ્યું હતું. આવી ઘણી વાતો આ બુકમાં સમાવેશ કરવામાં આવી છે જેમાં વિરાટ કોહલીની જીવનની તમામ વાતોને આ બુકમાં આવરી લેવામાં આવશે

 'ધ મેકિંગ ઓફ અ ચેમ્પિયન' નામની આ બુક 7મેના દિવસથી સ્ટોર્સમાં મળી રહેશે. ધ મેકિંગ ઓફ અ ચેમ્પિયન બુક સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ નીરજ ઝા અને વિધાંશુ કુમાર દ્વારા લખવામાં આવેલી છે. આ બુકમાં ક્રિકેટર્સ અને એક્સપર્ટ કમેન્ટેટર્સ હરભજન સિંહ, આશિષ નહેરા, મિચેલ ક્લાર્ક, કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્મા સાથેના ઈન્ટરવ્યૂ બાદ તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચો: વિરાટ કોહલીઃ એક પ્રેમાળ પુત્ર, વ્હાલો ભાઈ અને છે આઈડિયલ પતિ

બુકમાં 30 વર્ષીય વિરાટ કોહલીની ઘણી એવી વાતોનો સમાવેશ કરવામાં આવ્યો જે દર્શકોને વાચવાની મજા આવશે જેમ કે કઈ રીતે પિતાના મૃત્યુ બાદ તે ઈનિંગ રમવા માટે મેદાન પર પરત ફર્યો અને લોકોના મત જીતી લીધા હતા. આ બુકમાં વિરાટ કોહલી રેકોર્ડ્સ, સ્ટેટેસ્ટીક્સ, અનસીન ફોટોઝ જોવા મળશે. આટલુ જ નહી આ બુકમાં ખાસ વિરાટ કોહલીના જીવનનો ઓફસ્ક્રિન અંદાજ જોવા મળશે. કઈ રીતે એક યુવાન છોકરો જોત જોતામાં લાખો ક્રિકેટ રમનાર યૂથ માટે આઈકન બની જાય છે તે વાંચવુ ઘણું રોમાંચક રહેશે.

virat kohli cricket news