પાંચમી ટેસ્ટ રદ થવા માટે બુક-લૉન્ચની ઇવેન્ટ જવાબદાર નથી : શાસ્ત્રી

13 September, 2021 08:10 AM IST  |  Mumbai | Agency

પહેલી ટેસ્ટ બાદ જ કંઈ પણ થઈ શકતું હતું, એથી એવું કહેવું યોગ્ય નથી કે બુક-લૉન્ચ ઇવેન્ટમાં ભાગ લેવાને કારણે બધા સંક્રમિત થયા અને ટેસ્ટ રદ થઈ ગઈ.’

પાંચમી ટેસ્ટ રદ થવા માટે બુક-લૉન્ચની ઇવેન્ટ જવાબદાર નથી : શાસ્ત્રી

ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચની મૅન્ચેસ્ટર ટેસ્ટ રદ થયા બાદ કોચ રવિ શાસ્ત્રીને જવાબદાર ગણવામાં આવે છે. આ મામલે શાસ્ત્રીએ પોતાના પર મૂકેલા આરોપને નકારતાં કહ્યું હતું કે ટીમ ઇન્ડિયામાં આવેલા કોરોના કેસને તેમની બુક-લૉન્ચ ઇવેન્ટ સાથે કોઈ લેવાદેવા નથી. શાસ્ત્રીએ લંડનમાં પહેલી સપ્ટેમ્બરે થયેલા બુક-લૉન્ચ ‍ઇવેન્ટને કારણે તેઓ કોરોના પૉઝિટિવ થયા હોવાની વાતને પણ નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે ‘સમગ્ર બ્રિટનમાં બધું ખૂલી ગયું છે. પહેલી ટેસ્ટ બાદ જ કંઈ પણ થઈ શકતું હતું, એથી એવું કહેવું યોગ્ય નથી કે બુક-લૉન્ચ ઇવેન્ટમાં ભાગ લેવાને કારણે બધા સંક્રમિત થયા અને ટેસ્ટ રદ થઈ ગઈ.’

cricket news sports news sports ravi shastri