વેલીયન્ટ પ્રીમિયર લીગ 4માં સિંગર મિત બ્રધર્સ મુંબઇ ટીમના માલિક બન્યા

10 April, 2019 10:03 PM IST  |  મુંબઈ

વેલીયન્ટ પ્રીમિયર લીગ 4માં સિંગર મિત બ્રધર્સ મુંબઇ ટીમના માલિક બન્યા

બોલીવુડ સિંગર મિત બ્રોસની સાથે પુર્વ ક્રિકેટર સુરિન્દર ખન્ના

ગુજરાતની વેલીયન્ટ ક્રિકેટ ચાલુ વર્ષે વેલીયન્ટ પ્રીમિયર લીગ ચોથી સીઝનની તૈયારી કરી રહ્યું છે. આ સીઝનમાં કુલ 5 ટીમો ભાગ લઇ રહી છે. જેમાં આ વખતે બોલીવુડની ત્રીજી હસ્તી વેલીયન્ટ પ્રીમિયર લીગ સાથે જોડાઇ ગઇ છે. અભિનેતા રાહુલ રોય, સંગીતકાર સ્ટેબીન બાદ બોલીવુડ સિંગર મિત બ્રોસ પણ વેલીયન્ટ પ્રીમિયર લીગ સાથે જોડાઇ ગયા છે. મિત બ્રોસ હવે વેલીયન્ટની મુંબઇ હોર્સેસ ટીમના માલીક બન્યા છે.



વેલીયન્ટ ક્રિકેટ મોટા ભાગે રૂરલ વિસ્તારમાં રહેલા ક્રિકેટરોને ક્લબ કક્ષાના ક્રિકેટમાં રમવાની તક આપે છે. ત્યારે આ વેલીયન્ટ ક્રિકેટ ક્લબ છેલ્લા ઘણા સમયથી વેલીયન્ટ પ્રીમિયર લીગનું આયોજન કરતું આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં બોલીવુડ અભિનેતા રાહુલ રોય રાજપીપલા કિંગ્સ ટીમના માલીક છે. જ્યારે બોલીવુડ સિંગર સ્ટેબીન બેન ભોપાલ ટાઇટન્સ ટીમના માલિક છે. તો ભારતના પુર્વ ક્રિકેટર સુરિન્દર ખન્ના વેલીયન્ટ ક્રિકેટ ટીમના કોચ અને ચેતન શર્મા વેલીયન્ટ ટીમના મેન્ટર તરીકે રૂરલ કક્ષાના ક્રિકેટરોને માર્ગદર્શન પુરૂ પાડે છે.


આ પણ વાંચો : આયેશા ટાકિયાઃબોલીવુડના આ ગ્લેમરસ અભિનેત્રી પણ છે ગુજરાતી

જાણો મિત બ્રોસ શું કહ્યું...?

આ વર્ષે યોજાનાર વેલીયન્ટ પ્રીમિયર લીગની ચોથી સિઝનમાં ઓમાનના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જતિન્દર સિંહ, વેલીયન્ટ ટીમના વિપુલ નારીગરા, રીચી શુક્લા, વિશાલ પાઠક, સ્લોક ભટ્ટ, સહદેવસિંહ સોલંકી, જયેસ વસાવા સહીતના ક્રિકેટરો જોવા મળશે. આ સીઝનમાં નવી ટીમ રમનાર મુંબઇ ટીમના માલીક સંગીતકાર મિત બ્રધર્સે ગુજરાતી મિડડે.કોમ ને જણાવ્યું હતું કે રૂરલમાં રહેલા ક્રિકેટરોમાં સારૂ ટેલેન્ટ છે અને અમને પણ લાગે છે કે ચેતન શર્મા અને સુરિન્દર ખન્ના જેવા ભારતના ભુતપુર્વ ક્રિકેટર જયારે વેલીયન્ટના ક્રિકેટરોને સપોર્ટ કરી રહ્યા છે ત્યારે રૂરલના ક્રિકેટરો માટે બહુ મોટી તક છે અને અમારી ટીમ મુંબઈ હોર્સેસમાં અમે વેલીયન્ટના ક્રિકેટરોને સારું પ્લેટફોર્મ મળે તેવો પ્રયાસ કરીશું.

cricket news sports news