આઇસીસી પ્લેયર ઑફ ધ મન્થ અવૉર્ડમાં ભારતની હૅટ-ટ્રિક

14 April, 2021 12:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પંત અને અશ્વિન બાદ ભુવનેશ્વર કુમાર બન્યો ત્રીજો ખેલાડી

ભુવનેશ્વર કુમાર (તસવીરઃ પીટીઆઈ)

પેસ બોલર ભુવનેશ્વર કુમારને ઇંગ્લૅન્ડ સામે વન-ડે અને ટી૨૦ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરવા બદલ આઇસીસી પ્લેયર ઑફ ધ મન્થના અવૉર્ડ માટે પસંદ કરવામાં આવ્યો હતો. આ અવૉર્ડ સતત ત્રીજી વાર કોઈ ભારતીય ખેલાડીને મળ્યો છે. ભુવનેશ્વર પહેલાં આ અવૉર્ડ રિષભ પંત અને રવિચંદ્રન અશ્વિન મેળવી ચૂક્યા છે. ઇંગ્લૅન્ડ સામેની ત્રણ વન-ડે મૅચની સિરીઝમાં ભુવનેશ્વરે ૪. ૬૫ના ઇકૉનૉમી રેટથી ૬ વિકેટ જ્યારે પાંચ ટી૨૦માં ૬.૩૮ની ઇકૉનૉમી રેટથી ચાર વિકેટ મેળવી હતી. ભુવનેશ્વર કુમાર સાથે આ અવૉર્ડમાં અફઘાનિસ્તાનના રાશિદ ખાન અને ઝિમ્બાબ્વેના સીન વિલિયમ્સને નૉમિનેટ કરવામાં આવ્યા હતા.

ભારત સામે ચાર વન-ડે મૅચની સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનારી સાઉથ આફ્રિકાના ઓપનર લિઝેલ લીને આઇસીસી વિમેન્સ પ્લેયર ઑફ ધ મન્થ જાહેર કરવામાં આવી હતી.

sports sports news cricket news bhuvneshwar kumar