ભારત સામેની અન્ડર-19 વર્લ્ડ કપ ગેમનું પ્રેશર નથી પાકિસ્તાની ઓપનર પર

03 February, 2020 01:39 PM IST  |  Benoni

ભારત સામેની અન્ડર-19 વર્લ્ડ કપ ગેમનું પ્રેશર નથી પાકિસ્તાની ઓપનર પર

પાકિસ્તાન ટીમ

સાઉથ આફ્રિકામાં રમાઈ રહેલા અન્ડર ૧૯ વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં આવતી કાલે ઇન્ડિયા અને પાકિસ્તાનની ટીમ આમને-સામને થવાની છે. આ હાઇપ્રેશર ગેમના સંદર્ભમાં પાકિસ્તાનના મોહમ્મદ હુરૈરાનું કહેવું છે કે તે આ ગેમને નૉર્મલ ગેમની જેમ જ રમશે.

અન્ડર ૧૯ વર્લ્ડ કપમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને છ વિકેટે હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હુરૈરાએ એ મૅચમાં ૬૪ રન બનાવ્યા હતા. ઇન્ડિયા સામે થનારી મૅચ વિશે વાત કરતાં હુરૈરાએ કહ્યું હતું કે ‘ઇન્ડિયા-પાકિસ્તાનની મૅચમાં હંમેશાં થોડું ટેન્શન અને પ્રેશર હોય જ છે, પણ હું એનાથી ટેવાયેલો છું. હું પ્રયત્ન કરીશ કે એ મૅચને પણ નૉર્મલ મૅચની જેમ જ રમું. અમે એ મૅચ રમવા ઘણા આતુર છીએ.’

આંકડા પ્રમાણે જોવા જઈએ તો ઇન્ડિયા અત્યાર સુધી સૌથી વધારે ચાર વખત અન્ડર ૧૯ વર્લ્ડ કપ જીતવામાં સફળ રહી છે, જ્યારે પાકિસ્તાન માત્ર બે જ વાર અન્ડર ૧૯ વર્લ્ડ કપ જીતી શક્યું છે. ૨૦૦૬માં કોલંબોમાં પાકિસ્તાને ઇન્ડિયાને ૩૮ રને હાર આપી અન્ડર ૧૯ વર્લ્ડ કપ જીત્યો હતો. છેલ્લે ૨૦૧૮માં ઇન્ડિયાએ પાકિસ્તાનને ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં જબરદસ્ત ૨૦૩ રનથી પરાજય આપ્યો હતો.

india pakistan u-19 world cup cricket news sports news