સ્ટોક્સના પિતાનું ન્યુ ઝીલૅન્ડમાં નિધન

10 December, 2020 05:30 PM IST  |  Christchurch | Gujarati Mid-day Correspondent

સ્ટોક્સના પિતાનું ન્યુ ઝીલૅન્ડમાં નિધન

બેન સ્ટોક્સ

ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર બેન સ્ટોક્સના પપ્પા ગેડ સ્ટોક્સનું મંગળવારે નિધન થયું છે. ૬૫ વર્ષના ગેડ સ્ટોક્સ ન્યુ ઝીલૅન્ડમાં રહેતા હતા. તેમને બ્રેઇન કૅન્સર હતું, જેની લાંબા સમયથી સારવાર ચાલતી હતી. તેઓ રગ્બીના ખેલાડી હતા તેમ જ ન્યુ ઝીલૅન્ડ તરફથી ઘણી મૅચો રમ્યા હતા. ગેડ સ્ટોક્સના નિધનની જાણકારી તેમની રગ્બી ક્લબ વર્કિંગટાઉને આપી હતી, જેમના માટે તેઓ ૧૯૮૨-૮૩માં રમ્યા હતા. ગેડ ૨૦૦૩માં આ ટીમના કોચ પણ હતા.

sports sports news cricket news ben stokes new zealand