ચેન્નઈમાં હેઝલવુડના સ્થાને હવે બેહરેનડૉર્ફ

10 April, 2021 09:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બેહરેનડૉર્ફની આ બીજી આઇપીએલ હશે. આ પહેલાં તે ૨૦૧૯માં મુંબઈ ઇન્ડિયન્સ વતી રમતો જોવા મળ્યો હતો

ચેન્નઈમાં હેઝલવુડના સ્થાને હવે બેહરેનડૉર્ફ

ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જેસન બેહરેનડૉર્ફ ચેન્નઈ સુપર કિંગ્સમાં જોશ હેઝલવુડને રિપ્લેસ કરશે. આઇપીએલના આયોજકોએ આ રિપ્લેસમેન્ટને માન્યતા આપી હતી. બેહરેનડૉર્ફ ઑસ્ટ્રેલિયા વતી અત્યાર સુધી ૧૧ વન-ડે અને ૭ ટી૨૦ મૅચ રમ્યો છે. બેહરેનડૉર્ફની આ બીજી આઇપીએલ હશે. આ પહેલાં તે ૨૦૧૯માં મુંબઈ ઇન્ડિયન્સ વતી રમતો જોવા મળ્યો હતો જેમાં પાંચ મૅચમાં તેણે પાંચ વિકેટ લીધી હતી. જોશ હેઝલવુડે ઍશિઝ અને ટી૨૦ વર્લ્ડ કપની તૈયારી પહેલાં બ્રેક લેવા માટે આઇપીએલમાંથી નામ પાછું ખેંચી લીધું હતું. 

sports news sports cricket news