સતર્ક રહો, અસલી ટીમ કુછ હપ્તો મેં આ રહી હૈ

21 January, 2021 04:48 PM IST  |  New Delhi | Agencies

સતર્ક રહો, અસલી ટીમ કુછ હપ્તો મેં આ રહી હૈ

સતર્ક રહો, અસલી ટીમ કુછ હપ્તો મેં આ રહી હૈ

ભારતે ઑસ્ટ્રેલિયાને બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં હરાવીને જે ઇતિહાસ રચ્યો છે એના બાદ તેમને વિશ્વભરમાંથી શુભેચ્છાઓ મળી રહી છે. ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર કેવિન પિટરસને પણ ટીમ ઇન્ડિયાને આ ઐતિહાસિક જીત બદલ શુભેચ્છાઓ આપી છે અને સાથે-સાથે ટીમ ઇન્ડિયાને સાવચેત રહેવાની પણ ચેતવણી આપી છે, કેમ કે આવતા મહિને ઇંગ્લૅન્ડની ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. ઇંગ્લૅન્ડને રિયલ ટીમ ગણાવતાં પિટરસને એકદમ ભારતીય સ્ટાઇલની ઇંગ્લિશ ભાષામાં ટ્વીટ કરી આ ચેતવણી આપી હતી.
પિટરસને કહ્યું કે ‘ઇન્ડિયા, યે ઐતિહાસિક જીત કા જશ્ન મનાયે ક્યોંકિ યે સભી બાધાઓ કે ખિલાફ હાસિલ હુઈ હૈ. લેકિન અસલી ટીમ કુછ હપ્તો બાદ આ રહી હૈ, જીસસે આપકો હારના હોગા અપને હી ઘર મેં. સતર્ક રહે. દો સપ્તાહ મેં બહુત અધિક જશ્ન મનાને સે સાવધાન રહે.’
ઇન્ડિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ મૅચ પાંચમી ફેબ્રુઆરીથી ચેન્નઈમાં શરૂ થવાની છે. ચાર ટેસ્ટ મૅચની આ સિરીઝમાંની શરૂઆતની બે મૅચ માટે સંભવિત ભારતીય ટીમની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. ચાર ટેસ્ટ મૅચ બાદ બંને દેશો વચ્ચે પાંચ ટી20 અને ત્રણ વન-ડે મૅચની સિરીઝ રમાશે. ઑસ્ટ્રેલિયાને ટેસ્ટ સિરીઝમાં હરાવીને ભારત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના પૉઇન્ટ ટેબલમાં પહેલા ક્રમે પહોંચી ગયું છે અને જો તે ઇંગ્લૅન્ડને ૨-૦થી ટેસ્ટ સિરીઝમાં હરાવે તો તે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના ફાઇનલમાં પ્રવેશ કરી લેશે. પિટરસનની જેમ ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ દિગ્ગજ પ્લેયરોએ પણ બોર્ડર-ગાવસકર ટ્રોફી પહેલાં ભારતને પરાજય મળવાની શેખી મારી હતી, પણ ભારતના યંગિસ્તાને આપેલા પર્ફોર્મન્સને લીધે તેમની બોલતી બંધ થઈ ગઈ હતી.

sports sports news cricket news