ICCને પત્ર લખશે BCCI, આતંક સમર્થક દેશ સાથે ખતમ થાય ક્રિકેટ સંબંધ

22 February, 2019 05:44 PM IST  |  નવી દિલ્હી

ICCને પત્ર લખશે BCCI, આતંક સમર્થક દેશ સાથે ખતમ થાય ક્રિકેટ સંબંધ

ભારત પાકિસ્તાન મેચ પર સસ્પેન્સ

ભારતીય ક્રિકેટનું કામ જોતી સમિતિએ પાકિસ્તાનની સામે વર્લ્ડ કપના મુકાબલાને લઈને કોઈ નિર્ણય નથી લીધો. જો કે તેમણે કહ્યું કે તેઓ આઈસીસીના સભ્યોને વ્યક્તિગત રીતે અનુરોધ કરશે કે આવા દેશો સાથે સંબંધ તોડી દેવામાં આવશે જે આતંકનો ગઢ હોય. પુલવામા આતંકી હુમલા બાદ ઓલ્ડ ટ્રેફર્ડમાં પાકિસ્તાનની સામે 16 જૂને થનારા વર્લ્ડ કપ મુકાબલાનો બહિષ્કાર કરવાની વાત કરવામાં આવી રહી છે. પુલવામા આતંકી હુમલા CRPFના 40 જવાનો શહીદ થયા હતા.

મેચના મામલે વધતી જતી અટકળોને ખતમ કરવા માટે થયેલી બેઠકમાં COAએ આ મામલે વાતચીત કરી. પરંતુ અત્યાર સુધી આ મામલે કોઈ નિર્ણય નથી કરવામાં આવ્યો. COAના પ્રમુખ વિનોદ રાયે બેઠક બાદ પત્રકારોને કહ્યું કે, 'અમારી સરકાર સાથે વાતચીત ચાલી રહી છે. 16 જૂનના થનારા મેચ મામલે કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો. અમે ICCને અમારી ચિંતા જણાવીશું. અમે વિશ્વ કપ દરમિયાન ખેલાડીઓની વધુ સુરક્ષા વિશે કહીશું અને ક્રિકેટ રમનારા દેશોને કહેશું કે એવા દેશો સાથે સંબંધો તોડી નાખવામાં આવે જે આતંકનો ગઢ હોય.'

આ પણ વાંચોઃ IPL 2019ની ઓપનીંગ સેરેમની રદ્દ : નક્કી થયેલ ખર્ચને શહીદ જવાનોના પરીવારને આપવામાં આવશે : વિનોદ રાય
રાયે કહ્યું કે, 'અમે ક્રિકેટ સમુદાયને જણાવીશું કે ભવિષ્યમાં અમે એ દેશો સાથે રમવા પર ગંભીર નિર્ણય લેવો પડશે, જ્યાંથી આતંકવાદને શરણ મળતું હોય.' એવા પણ અહેવાલો આવી રહ્યા હતા કે COA અને BCCI કદાચ ICCને 30 મેએ ઈંગલેન્ડમાં શરૂ થનારા વર્લ્ડ કપમાંથી પાકિસ્તાનને બહાર કરવાની પણ અપીલ પણ કરી શકે છે. જો કે આવા પગલાથી કોઈ ફેર નહીં પડે, કારણ કે વિશ્વ સંસ્થાના નિયમોમાં આ રીતની કોઈ વ્યવસ્થા નથી કે જેમાં એક સભ્ય કોઈ બીજા સભ્યને બહાર કરવાની અનુમતિ આપે.

international cricket council board of control for cricket in india cricket news