IPL 2019ની ઓપનીંગ સેરેમની રદ્દ : નક્કી થયેલ ખર્ચને શહીદ જવાનોના પરીવારને આપવામાં આવશે : વિનોદ રાય

મુંબઇ | Feb 22, 2019, 16:32 IST

IPL 2019ની ઓપનીંગ સેરેમની રદ્દ કરવામાં આવી છે. જેના પાછળ ખર્ચ થનારી રકમ શહીદોના પરિવારજનોને આપવામાં આવશે.

IPL 2019ની ઓપનીંગ સેરેમની રદ્દ : નક્કી થયેલ ખર્ચને શહીદ જવાનોના પરીવારને આપવામાં આવશે : વિનોદ રાય
IPLની ઓપનિંગ સેરેમની થઈ રદ્દ

IPL ની 12મી સિઝનની શરૂઆત 23 માર્ચ 2019થી થઇ રહી છે. પુલવામામાં થયેલ આતંકી હુમલા બાદ સમગ્ર ભારત દેશ હાલ શહિદ થયેલી 40થી વધુ જવાનોના પરિવારોના દુખમાં સાથ દઇ રહ્યો છે. ત્યારે 23 માર્ચથી શરૂ થનાર ઇન્ડિયાન પ્રીમિયર લીગને લઇને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે ઇન્ડિયાન પ્રીમિયર લીગની ઓપનીંગ સેરેમની નહી કરવાનો ભારતીય ક્રિકેટ બોર્ડ અને આઇપીએલમની કમીટીએ લીધો છે.

ઉલ્લેખનીય છે કે પુલવામામાં થયેલ આતંકી હુમલામાં ભારતા 40થી વધુ આતંકીઓ શહીદ થઇ ગયા છે. જેને પગલે CoA ના અધ્યક્ષ વિનોદ રાયે જણાવ્યું હતું કે આ વખતે ક્રિકેટ બોર્ડ પણ શહીદ થનાર જવાનોના પરીવાર સાથે છે. જેને પગલે આઇપીએલની ઓપનીંગ સેરેમનીનું આયોજન નહી થાય અને સેરેમનીમાં નક્કી કરેલ ખર્ચને શહીદ જવાનોના પરીવારોને આપવામાં આવશે. આ વખતે આઇપીએલની 12મી સીઝનની પહેલી મેચ ચેન્નઇમાં રમાશે અને આ મેચ ધોનીની ચેન્નઇ અને વિરાટ કોહલીની બેંગલોર ટીમ વચ્ચે થશે. જોકે ભારતમાં એપ્રીલ 2019માં લોકસભા ચુંટણીની તારીખો હજુ સુધી જાહેર થઇ નથી. જેથી આઇપીએલની પહેલા 2 અઠવાડીયા માટેનો કાર્યક્રમ જાહેર થયો છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK