BCCI એ ગાંગુલી અને લક્ષ્મણને કહી દીધું : એક સમયે કોઇ પણ એક કામ કરો

21 June, 2019 05:04 PM IST  |  Mumbai

BCCI એ ગાંગુલી અને લક્ષ્મણને કહી દીધું : એક સમયે કોઇ પણ એક કામ કરો

Mumbai : ઇંગ્લેન્ડમાં ક્રિકેટ વર્લ્ડ કપ 2019 ચાલી રહ્યો છે. ટીમ ઇન્ડિયા પણ અત્યાર સુધી સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડે ભારતના પુર્વ દિગ્ગજ ક્રિકેટરોને ઝટકો આપ્યો છે. બીસીસીઆઇએ સૌરવ ગાંગુલી અને લક્ષ્મણને સાફ કહી દીધું છે કે એક સમયે બંને કામ ના કરે. કા તો કોમેન્ટ્રી કરે કા તો બીસીસીઆઇની જવાબદારી. હકીકતમાં ગાંગુલી અને લક્ષ્મણે સુપ્રીમ કોર્ટ ગ્વારા રચાયેલી ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC) ના સભ્યો છે. આ સાથે તે આઈપીએલમાં પણ અલગ-અલગ ટીમોના મેન્ટરની જવાબદારી સંભાળી રહ્યાં છે.

શું કહ્યું BCCI એ...
ભારતીય ક્રિકેટ બોર્ડના નૈતિક અધિકારી ડીકે જૈને ગુરૂવારે આ નિર્ણય સંભળાવ્યો હતો. જૈને કહ્યું, 'બંન્ને પૂર્વ ખેલાડીઓ દ્વારા બે કામકાજ સંભાળવા હિતોના ટકરાવનો મામલો છે. લોઢા સમિતિની ભલામણો પ્રમાણે, એક સમયમાં એક વ્યક્તિ એક પદ પર રહી શકે છે. સચિન તેંડુલકરના મામલામાં તે મુશ્કેલી નથી, કારણ કે તે સલાહકાર સમિતિ છોડી ચુકી છે. પરંતુ ગાંગુલી અને લક્ષ્મણ તેમાંથી કોઈ એક પદને પસંદ કરે. તેણે નિર્ણય કરવો પડશે કે તે ભારતીય ક્રિકેટને કઈ રીતે આગળ વધારશે.'

આ પહેલા વિવાદ થયા બાદ સચિને છોડ્યું હતું પદ
અત્યારની વાત કરીએ તો પુર્વ સુકાની સૌરવ ગાંગુલી હાલ બીસીસીઆઇમાં સલાહકાર સમિતિની સાથે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાલના અધ્યક્ષ પણ છે. તો આ સાથે તે આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ ટીમના મેન્ટર છે. તો બીજી તરફ લક્ષ્મણ આ પદ પર સનરાઇઝર્સ હૈદરાબાદની સાથે છે. તેંડુલકર આ પહેલા સલાહકાર સમિતિ અને મુંબઈ ઈન્ડિયન્સ સાથે મેન્ટર તરીકે જોડાયેલા હતા. પરંતુ બાદમાં તેમણે સલાહકાર સમિતિમાંથી રાજીનામું આપી દીધું હતું. લક્ષ્મણે પણ બે પદ રાખવાના વિવાદ બાદ રાજીનામાની રજૂઆત કરી હતી.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

કોમેન્ટ્રી કરતા ખેલાડીઓ આ સ્થિતિ માટે તૈયાર રહે
વિશ્વકપમાં રોબિન ઉથપ્પા અને ઇરફાન પઠાણ જેવા ખેલાડીઓ દ્વારા કોમેન્ટ્રી કરવાના મામલા પર પણ જૈને જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, લોઢા સમિતિની ભલામણો પ્રમાણે, આ હિતોના ટકરાવનો મામલો છે. આ મુજબ એક્ટિવ ખેલાડીઓ વિરુદ્ધ પણ ફરિયાદ દાખસ કરાવી શકાય છે. તેણે પણ આ પ્રકારની સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. અમે કોઈને કોમેન્ટ્રી કરતા રોક્યા નથી. પરંતુ હિતોના ટકરાવના મામલાનો બીસીસીઆઈના બંધારણ પ્રમાણે ઉકેલ લાવવામાં આવશે.

cricket news board of control for cricket in india sourav ganguly vvs laxman