આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝ માટે ટીમની જાહેરાત, આ યુવા ખેલાડીને મળી તક

12 September, 2019 05:36 PM IST  |  Mumbai

આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝ માટે ટીમની જાહેરાત, આ યુવા ખેલાડીને મળી તક

Mumbai : ભારતીય ક્રિકેટ બોર્ડની પસંદગી સમીતીએ આજે (ગુરૂવારે) સાઉથ આફ્રિકા સામેની ત્રણ ટેસ્ટ મેચની સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર થઇ ગઈ છે. ટીમમાંથી આઉટ ઓફ ફોર્મ લોકેશ રાહુલની બાદબાકી થઇ છે, જયારે શુભમન ગિલને પહેલી વાર ઇન્ડિયન સ્ક્વોડમાં સ્થાન મળ્યું છે. તે સિવાય ભારતીય ટીમમાં અન્ય કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી.


લોકેશ રાહુલને ખરાબ ફોર્મના કારણે ટીમમાં તક ન મળી
રાહુલે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ 2 ટેસ્ટમાં 44,38, 13 અને 6 રનની ઇનિંગ્સ રમી હતી. તેણે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ગયા વર્ષે ઓવલમાં 149 રનની ઇનિંગ્સ રમી હતી. તે પછી રાહુલે છેલ્લી 7 ઇનિંગ્સમાં એક પણ ફિફટી મારી નથી. બીજી તરફ મયંક અગ્રવાલે ચાર ઇનિંગ્સમાં 5,16,55 અને 4 રન કર્યા હતા.


શુભમન ગિલનું ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન રહ્યું
શુભમન ગિલે 13 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચોમાં 74.88ની એવરેજથી 1348 રન કર્યા છે. તેના નામે 4 સદી છે અને તેણે ઓગસ્ટમાં વિન્ડીઝ A વિરુદ્ધ 204 રન કર્યા હતા.


હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમારને ટીમમાં સ્થાન ન મળ્યું
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને ટીમમાં સ્થાન મળ્યું નથી. હાર્દિકે પોતાની અંતિમ ટેસ્ટ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી. જયારે ભુવનેશ્વરે પોતાની અંતિમ ટેસ્ટ ગયા વર્ષે જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમી હતી.

આ પણ જુઓ : ઓલરાઉન્ડર 'સર રવિન્દ્ર જાડેજા' નો આવો છે અંદાજ, જુઓ તસવીરો.....

દ. આફ્રિકા સામેની ત્રણ ટેસ્ટ માટે ભારતીય ટીમ :
વિરાટ કોહલી (સુકાની), અજિંક્ય રહાણે (ઉપ સુકાની), રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, મયંક અગ્રવાલ, હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટ કીપર), રિદ્ધિમાન સાહ (વિકેટ કીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ , ઇશાંત શર્મા, શુભમન ગિલ.

cricket news team india cheteshwar pujara virat kohli board of control for cricket in india south africa rohit sharma