BCCIએ ટીમ ઇન્ડિયાના બેટીંગ કોચ માટે વિક્રમ રાઠોડ પર કળશ ઢોળ્યો

23 August, 2019 12:20 PM IST  |  Mumbai

BCCIએ ટીમ ઇન્ડિયાના બેટીંગ કોચ માટે વિક્રમ રાઠોડ પર કળશ ઢોળ્યો

ભારતીય ક્રિકેટ ટીમના નવા બેટીંગ કોચ વિક્રમ રાઠોળ

Mumbai : ભારતીય ક્રિકેટ બોર્ડે ગુરૂવારે ટીમના સપોર્ટ સ્ટાફની જાહેરાત કરી દીધી છે. જેમાં ભારતના પુર્વ ઓપનર વિક્રમ રાઠોડને ટીમના બેટિંગ કોચ બનાવાયા છે. તેને સંજય બાંગરની જગ્યાએ રિપ્લેસ કર્યો છે. જ્યારે બીજી તરફ બોલિંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડિંગ કોચ શ્રીધરે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. સિલેક્શન કમિટીના હેડ એમએસકે પ્રસાદે દરેક ડિપાર્ટમેન્ટ માટે ત્રણ નામ સૂચિત કર્યા હતા. બોલિંગ કોચ માટે ભરત અરુણ, પારસ મહમ્બ્રે અને વેંકટેશ પ્રસાદ, બેટિંગ કોચ માટે વિક્રમ રાઠોર, સંજય બાંગર અને માર્ક રામપ્રકાશ અને ફિલ્ડિંગ કોચ માટે આર શ્રીધર, અભય શર્મા અને ટી દિલીપ.


ટીમ મેનેજમેન્ટનો સપોર્ટ સ્ટાફ માટે અલગ મત હતો : જોહરી
વિક્રમ રાઠોરે ભારત માટે વર્ષ 1996માં 7 વનડે અને 6 ટેસ્ટ રમ્યો હતો. ડોમેસ્ટિક ક્રિકેટમાં પંજાબ માટે વિક્રમ રાઠોડે સારું યોગદાન આપ્યું હતું. 2016માં તે સંદીપ પાટીલની કમિટીમાં નેશનલ સિલેક્ટર હતો. રાઠોડે અગાઉ નેશનલ ક્રિકેટ એકેડેમીના બેટિંગ કન્સલ્ટન્ટ અને અંડર-19 ટીમના બેટિંગ કોચ માટે પણ અપ્લાઇ કર્યું હતું. જોકે તેનો સંબંધી આશિષ કપૂર અંડર-19 સિલેક્શન કમિટીનો ચેરમેન હોવાથી હિતોના ટકરાવના લીધે તેને સ્થાન મળી શક્યું ન હતું.


વિક્રમ પાસે સારો અનુભવ છે : જોહરી
BCCI ના CEO રાહુલ જોહરીએ કહ્યું હતું કે વિક્રમ પાસે સારો અનુભવ છે અને તેની કોચ તરીકે ખેલાડીઓ સાથે કામ કરવાની સ્કિલ્સ પણ યોગ્ય છે. બેટિંગ માટે પ્રસાદે વિક્રમ સિવાય સંજય બાંગર અને માર્ક રામપ્રકાશનું નામ પણ સૂચિત કર્યું હતું. બાંગર અને માર્ક પ્રસાદની અનુક્રમે બીજી અને ત્રીજી પસંદ હતા. જોહરીએ વધુ ઉમેરતા કહ્યું હતું કે ટીમ મેનેજમેન્ટનો સપોર્ટ સ્ટાફ માટે પોતાનો અલગ મત હતો. પરંતુ ભવિષ્યને ધ્યાનમાં રાખતા અમે આ પગલું લીધું છે.


આ પણ જુઓ : રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો આવો છે રજવાડી અંદાજ

મુંબઈ ઇન્ડિયન્સના પૂર્વ ફિઝિયો નીતિન પટેલને ટીમ ઇન્ડિયાના ફિઝિયોની જયારે ઇંગ્લેન્ડના લુક વુડહાઉસને ટ્રેનરની ભૂમિકા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત ટીમના એડમિનિસ્ટ્રેટિવ મેનેજર તરીકે ગિરીશ ડોંગરેએ સુનિલ સુબ્રમણિયમને રિપ્લેસ કર્યો છે.

cricket news team india board of control for cricket in india