World Cup પછી ધોની થશે રિટાયર, BCCIના અધિકારીનો ઈશારો

03 July, 2019 03:37 PM IST  | 

World Cup પછી ધોની થશે રિટાયર, BCCIના અધિકારીનો ઈશારો

World Cup પછી ધોની થશે રિટાયર?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીના રિટાયરમેન્ટને લઈને ઘણી ચર્ચાઓ સામે આવી રહી છે. ત્યારે BCCI અધિકારીનું ધોનીને લઈને નિવેદન સામે આવ્યું છે જેના કારણે ફરી એકવાર ધોનીના વર્લ્ડ કપ પછી ઈન્ટરનેશનલ ક્રિકેટને ગુડબાય કહેવાની આશંકાઓ કરવામાં આવી રહી છે. BCCIના અધિકારીએ આપેલા નિવેદન અનુસાર માનવામાં આવી રહ્યું છે કે ધોની વર્લ્ડ કપની છેલ્લી મેચ સાથે તેનું રિટાયરમેન્ટ જાહેર કરી શકે છે એટલે કે, વર્લ્ડ કપ પછી ધોની બ્લૂ ટી-શર્ટમાં દેખાય તેવી શક્યતાઓ ઓછી છે.

BCCIના અધિકારીનો ઈશારો

છેલ્લા ઘણા સમયથી માહી રિટાયરમેન્ટ ક્યારે લેશે તે વાતે જોર પકડ્યું છે જો કે ધોની તરફથી આ વિશે ક્યારેય પણ આ વિશે કઈ કહેવાયું નથી. BCCI અધિકારીએ ધોનીના રિટાયરમેન્ટ વિશે વાત કરતા કહ્યું હતું કે, 'મહેન્દ્ર સિંહ ધોની વિશે તમે કઈ કહી શકો નહી. પરંતુ એવી આશા ઓછી છે કે, વર્લ્ડ કપ પછી તે ક્રિકેટ રમવાનું ચાલું રાખશે. માહીએ ત્રણેય ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય પણ અચાનક જ કર્યો હતો જેના કારણે તેમના વિશે અનુમાન લગાવવુ ઘણું મુશ્કેલ છે.'

પર્ફોમન્સ પર ઉઠી રહ્યા છે સવાલ

ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. મહેન્દ્ર સિંહ ધોનીનું પ્રદર્શન આ વર્લ્ડકપમાં ખાસ રહ્યું નથી. ધોનીએ આ વર્લ્ડ કપમાં માત્ર 223 રન બનાવ્યા છે. દુનિયાના બેસ્ટ ફિનિસર તરીકે જાણીતા ધોની ખાસ લયમાં હોય તેવુ લાગતું નથી. ધોનીને વર્લ્ડ કપની મેચો દરમિયાન સ્ટ્રાઈક રોટેટ કરવામાં અને મોટા શોર્ટ રમવામાં પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો

cricket news mahendra singh dhoni gujarati mid-day