BCCI લગાવી શકે છે હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ પર બે મેચનો પ્રતિબંધ

14 February, 2019 03:28 PM IST  | 

BCCI લગાવી શકે છે હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ પર બે મેચનો પ્રતિબંધ

વિવાદાસ્પદ નિવેદનના કારણે લાગી શકે પ્રતિબંધ

ભારતીય ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ કોફી વિથ કરણ શૉમાં વિવાદાસ્પદ ટિપ્પણી પછી ચર્ચામાં છે અને તેમની મુશ્કેલી વધી શકે એમ છે. BCCI તરફથી નોટિસ આપ્યા પછી હવે તેમની પર મેચ રમવા પર પ્રતિબંધ પણ લાગી શકે છે. BCCI હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ પર બે મેચનો પ્રતિબંધ લગાવી શકે છે. BCCIના સંચાલક વિનોદ રાયે કહ્યું હતું કે હાર્દિક પંડ્યા દ્વારા આપવામાં આવેલા નોટિસના જવાબથી તે અસંતુષ્ટ છે. તેમણે હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ પર બે મેચનો પ્રતિબંધ મુકવાની વાત કરી છે. જો કે COAના બાકી સદસ્યો અને ડાયના ઈડુલ્જીનું માનવું છે કે બન્ને ખેલાડીઓને કાયદાકીય રીતે સજા થવી જોઈએ.

હાર્દિક પંડ્યાની ટિપ્પણી મૂર્ખતાપૂર્ણ- વિનોદ રાય

એક ટીવી શૉમાં હાર્દિક પંડ્યાએ મહિલાઓને લઈને વિવાદિત નિવેદનો આપ્યા હતા. આ પછી BCCIએ બન્ને પ્લેયર્સને નોટિસ ફટકારી જવાબ માગ્યા હતા. જેના જવાબથી સંચાલકોની કમિટીમાં અલગ અલગ મંતવ્યો આવી રહ્યાં છે. વિનોદ રાયે હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ પર બે મેચનો પ્રતિબંધ મુકવાનો પ્રસ્તાવ મુક્યો છે.

આ પણ વાંચો: તેન્ડુલકરે પુજારા અને ભારતીય બોલરોનાં કર્યા વખાણ

વિનોદ રાયે કહ્યું હતું કે, 'ડાયનાએ આ બાબતે કાનૂની સલાહ માંગી છે કે શું આ પ્લેયર્સ પર પ્રતિબંધ મુકી શકાય કે નહી ? પ્રતિબંધને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ મારા મતે હાર્દિક પંડ્યાની ટિપ્પણી મૂર્ખતાપૂર્ણ, ખરાબ અને અસ્વીકાર્ય છે.'

hardik pandya kl rahul board of control for cricket in india team india cricket news sports news koffee with karan