કોરોના વાઇરસથી બચવા બીસીસીઆઇએ આપ્યાં સાત સૂચનો

12 March, 2020 09:57 AM IST  |  Dharamsala

કોરોના વાઇરસથી બચવા બીસીસીઆઇએ આપ્યાં સાત સૂચનો

બીસીસીઆઇ

વિશ્વભરમાં ફેલાયેલ કોરોના વાઇરસને પગલે ભારતીય ક્રિકેટ બોર્ડે પ્લેયરોને સાવચેત કરતાં સાત સૂચનો આપ્યાં છે. આજની સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝ પહેલાં આ સૂચનો સામે મૂકવામાં આવ્યાં છે.

- અજાણી જગ્યાએ અથવા તો રેસ્ટોરાંમાં હાઇજીન વિશે જાણકારી ન હોય ત્યાં ખાવાનું ટાળવું.

- ટીમને લગતા માણસો સિવાય અન્ય સાથે ઇન્ટરેક્શનથી દૂર રહેવું.

- હૅન્ડશેક કરવાથી દૂર રહેવું.

- સેલ્ફી માટે અજાણી વ્યક્તિના ફોનને ટચ પણ ન કરવો.

- હોટેલ, ઍરલાઇન્સ અને સ્ટેટ અસોસિએશનની ટીમને દરેક પ્લેયર માટે દરેક જગ્યાએ સેનિટાઇઝ ફેસિલિટી પૂરી પાડવા કહ્યું છે.

- સ્ટેડિયમમાં દર્શકો માટે મેડિકલ ટ્રીટમેન્ટ માટે ટીમ રાખવી.

- દરેક પબ્લિક વૉશરૂમમાં હૅન્ડવૉશ અને સેનિટાઇઝર્સનો સમાવેશ કરવો.

board of control for cricket in india cricket news sports news india south africa