Ravi Shastri ફરી ટીમના હેડ કોચ બન્યા, 2021 T20 વર્લ્ડકપ સુધી કોચ રહેશે

16 August, 2019 06:52 PM IST  |  Mumbai

Ravi Shastri ફરી ટીમના હેડ કોચ બન્યા, 2021 T20 વર્લ્ડકપ સુધી કોચ રહેશે

Mumbai : જેની સૌ ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે રવી શાસ્ત્રીને રીટેન કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે આ અંગે આજે જાહેરાત કરી હતી. કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામીની ત્રણ સભ્યોની કમીટીએ કોચ પદ માટે ઇન્ટરવ્યું લીધા હતા. જોકે પહેલાથી જ રવી શાસ્ત્રી ટીમ ઇન્ડિયાના કોચ માટેની હોડમાં પહેલા ચાલી રહ્યા હતા. આમ હવે રવી શાસ્ત્રી હવે ટીમ ઇન્ડિયાના કોચ તરીકે 2021માં થનારા ટી20 વિશ્વકપ સુધી રહેશે.

નવા કોચનો કાર્યકાળ ટી20 વર્લ્ડ કપ 2021 સુધી રહેશે
ભારતીય ક્રિકેટ બોર્ડ (
BCCI) અધિકારીએ માહિતી આપી છે કે નવા કોચનો કાર્યકાળ 2021માં યોજાનારા ટી20 વિશ્વકપ સુધી જ રહેશે. ટીમના નવા કોચિંગ સ્ટાફનો કાર્યકાળ પણ એટલો જ રહેશે. આ વિશે વિશેષ માહિતી આપતા આ કાર્યકાળ પછી ફરીથી કોચની પસંદગી પ્રક્રિયા શરૂ થશે.

આ પણ વાંચો : World Cup:1983 વર્લ્ડ કપના રૅર ફોટોઝ, માણો 1983ની જીતનો રોમાંચ

રવિ શાસ્ત્રીની સાથે આ લોકો હતો કોચ માટેના દાવેદાર

ટીમ ઇન્ડિયાના હેડ કોચ તરીકે રવિ શાસ્ત્રીની જાહેરાત કરવામાં આવી છે. હવે વર્ષ 2021 સુધી એટલે કે ટી20 વર્લ્ડ કપ સુધી રવિ શાસ્ત્રીનો હેડ કોચ તરીકે કાર્યકાળ રહેશે. કોચ પદ માટે રવિ શાસ્ત્રીની સાથે ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કોચ માઇક હેસનશ્રીલંકાના પૂર્વ કોચ ટોમ મુડીવેસ્ટ ઇન્ડિઝ તેમજ અફઘાનિસ્તાનના પૂર્વ કોચ ફિલ સિમંસભારતના ભૂતપૂર્વ ફિલ્ડિંગ કોચ રોબિન સિંહ તેમજ ભારતના પૂર્વ મેનેજર લાલચંદ રાજપૂત પણ શામેલ હતા.

ravi shastri board of control for cricket in india cricket news kapil dev