IPL 2020માં બે નવી ફ્રેન્ચાઇઝી ટીમોને BCCIએ આપ્યું ગ્રીન સિગ્નલ

24 December, 2020 04:48 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

IPL 2020માં બે નવી ફ્રેન્ચાઇઝી ટીમોને BCCIએ આપ્યું ગ્રીન સિગ્નલ

તસવીર સૌજન્ય જાગરણ

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બૉર્ડ (BCCI)ની ગવર્નિંગ બૉડીએ ગુરુવારે અમદાવાદમાં થનારી એન્યુઅલ જનરલ મીટિંગ (એજીએમ) દરમિયાન ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં બે નવી ફ્રેન્ચાઇઝી ટીમને ગ્રીન સિગ્નલ આપી દીધું છે. આ રીતે આઇપીએલ 2022 આઠ નહીં પણ 10 ફ્રેન્ચાઇઝી ટીમની વચ્ચે રમાશે.

આ બેઠકમાં બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલી સહિત તમામ અધિકારી હાજર છે. કેટલાય મહત્વના મુદ્દે બેઠકમાં ચર્ચા ચાલી રહી છે જેમાં સૌથી મહત્વની આઇપીએલની ટીમની સંખ્યા વધારવા પર વાત થઈ. પીટીઆઇને બીસીસીઆઇના સૂત્રએ જણાવ્યું કે વર્ષ 2022માં રમાનારી ઇન્ડિયન પ્રીમિયરલ લીગમાં બે નવી ટીમ સામેલ કરવામાં આવશે.

બેઠક પહેલા આ વાત સામે આવી હતી કે 10 ટીમને આ આઇપીએલની પરવાનગી ફક્ત એક જ એડિશન માટે આપવામાં આવશે. હાલ આને લઈને કંઇ સામે આવ્યું નથી. આ બેઠકમાં આ વાત પર પણ સહેમતિ જોવા મળી છે કે બીસીસીઆઇ ક્રિકેટને 2028 ઑલિમ્પિકમાં સામેલ કરવા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)નું સમર્થન કરશે.

અમેરિકામાં 2028માં આયોજિત થનારા ઓલિમ્પિકમાં બીસીસીઆઇ ટી20 ફૉર્મેટમાં ક્રિકેટને સામેલ કરવાનું સમર્થન કરશે. આઇસીસી સાથે બીસીસીઆઇ પણ હવે ઓલિમ્પિકમાં ક્રિકેટ રમવાના પક્ષમાં આવી ગઈ છે. નોંધનીય છે કે આ પહેલા ભારતે આઇસીસીના આ નિર્ણયનું સમર્થન કર્યું નહોતું.

તો 2028 આંતરરાષ્ટ્રીય ઓલંપિક સમિતિ (IOC)સાથેના કેટલાક સ્પષ્ટીકરણો બાદ બીસીસીઆઇ ક્રિકેટને 2018 લૉસ એન્જિલિસ ઑલિમ્પિકમાં સામેલ કરવાની ઇન્ટનેશનલ ક્રરિકેટ કાઉન્સિલ (આઇસીસી)ની કવાયદનું સમર્થન કરશે. બીસીસીઆઇ બધા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરો (મેન્સ અને વિમેન્સ બન્ને)ને કોરોના મહામારીના કારણે ઘરગથ્થૂ સત્ર સીમિત રહેવાનું યોગ્ય વળતર પણ આપશે.

ipl 2020 cricket news sports sports news