09 July, 2024 08:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાહુલ દ્રવિડ અને ગૌતમ ગંભીર સાથે જય શાહ (સોશિયલ મીડિયા)
ભારતનો પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ઇન્ડિયન મેન્સ ક્રિકેટ ટીમનો નવો હેડ કોચ (Gautam Gambhir appointed as Head Coach) બન્યો છે એવી જાહેરાત બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટના સેક્રેટરી જય શાહે કરી છે. જેથી હવે ટીમનો સંપૂર્ણ કાર્યભાર ગૌતમ ગંભીર સંભાળશે. તેની સાથે હવે રાહુલ દ્રવિડનું શું થશે તે અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. અનેક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈન્ડિયાનો નવો હેડ કોચ બન્યા બાદ ગંભીરે ઇન્ડિયન પ્રિમીયર લીગ (IPL)માં કોલકત્તા નાઈટ રાઈડર્સ (KKR) ની મેન્ટરશીપને છોડી દીધી છે, જેથી હવે ગંભીર જવાથી રાહુલ દ્રવિડ કેકેઆરના નવા મેન્ટર બનશે એવી જોરદાર ચર્ચા શરૂ થઈ છે.
આઈપીએલમાં ભારતીય ટીમના પૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડને કોલકાતા નાઈટ રાઈડર્સમાં (Gautam Gambhir appointed as Head Coach) મહત્ત્વનો રોલ મળી શકે છે. દ્રવિડ, કોચ તરીકે ગૌતમ ગંભીરનું સ્થાન લઈ શકે છે એવી ચર્ચા ચાહકો વચ્ચે શરૂ થઈ છે. ગંભીરને આઇપીએલ 2024ની સીઝનની શરૂઆત પહેલાં જ કેકેઆરના મેન્ટર બનાવવામાં આવ્યો હતો. તેમ જ ગંભીરની મેન્ટરશીપ હેઠળ કેકેઆર 2024ની આઇપીએલ જીતી ગઈ હતી. અહેવાલો અનુસાર, કેકેઆરના માલિકો રાહુલ દ્રવિડને મેન્ટર બનાવવા ઇચ્છે છે. તેમ જ અનેક બીજી ટીમ પણ આઇપીએલ 2025ની સીઝન પહેલાં દ્રવિડને કોચ કે મેન્ટર તરીકે નિયુક્ત કરવા માટે ઉત્સુક છે. આ ટીમોમાં કેકેઆર પણ છે, પરંતુ આ અંગે હજી સુધી કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ઇન્ડિયન ટીમના હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડને (Gautam Gambhir appointed as Head Coach) સત્તાવાર વિદાઇ મળી ગઈ છે. દ્રવિડે કહ્યું હતું કે તે વર્ષમાં 10 મહિના ટ્રાવેલ કરીને પરિવારથી દૂર રહેવા માગતા નથી, પરંતુ ઇન્ડિયન પ્રીમિયર લીગ ભારતમાં જ થાય છે અને આઇપીએલ દરમિયાન દ્રવિડને માત્ર બે કે ત્રણ મહિના જ ટીમ સાથે રહેવું પડશે. દ્રવિડે આઈપીએલમાં રાજસ્થાન રૉયલ્સ ટીમનું સુકાની પદ સંભાળ્યું હતું.
રાહુલ દ્રવિડે 2017માં દિલ્હી ડેર ડેવિલ્સ હમણાંની દિલ્હી કેપિટલ્સ (Gautam Gambhir appointed as Head Coach) (DC) ટીમના કોચ રહી ચૂક્યા હતા. આઈપીએલમાંથી બ્રેક બાદથી જ દ્રવિડ અંડર-19 અને ઈન્ડિયા એ સહિતની ઈન્ડિયા જુનિયર ટીમોના કોચ તરીકેની જવાબદારી સંભાળી હતી. તે બાદ 2021માં દ્રવિડને ભારતીય ટીમના કોચ બનાવવામાં આવ્યા અને તે પહેલા તેઓ બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)ના વડા તરીકે કામ કરતા હતા. જેથી હવે આ અંગે રાહુલ દ્રવિડનો શું નિર્ણય હશે તે બાબતે આગામી સમયમાં જ નક્કી થશે.