BCCIએ સ્થાનિક ક્રિકેટનો કાર્યક્રમ જાહેર કર્યો, કુલ 2036 મેચ રમાશે

03 July, 2019 10:27 PM IST  |  Mumbai

BCCIએ સ્થાનિક ક્રિકેટનો કાર્યક્રમ જાહેર કર્યો, કુલ 2036 મેચ રમાશે

Mumbai : ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ આવનારા વર્ષ 2019-20 માટે સ્થાનિક ક્રિકેટ કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. જેમાં મહિલા અને પુરૂષની ટીમો થઇને કુલ 2036 મેચ રમાશે. સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત આ વર્ષે ઓગસ્ટમાં દુલીપ ટ્રોફીથી થશે. દુલીપ ટ્રોફી 17 ઓગસ્ટથી શરૂ થશે અને તે 8 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન કુલ 4 મેચ રમાશે.

દુલીપ ટ્રેફીની શરૂઆત 24 ઓગષ્ટથી થશે
સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં દુલીપ ટ્રોફી બાદ
24 ઓગસ્ટથી 25 ઓક્ટોબર સુધી વિજય હજારે ટ્રોફી (વન ડે)માં કુલ 160 મેચ રમાશે.

દેવધર ટ્રોફીની શરૂઆત નવેમ્બરથી થશે
ત્યાર બાદ
31 ઓક્ટોબરથી ચાર નવેમ્બર સુધી દેવધર ટ્રોફી (વનડે)ની ચાર મેચ રમઆશે. તો સૈયદ મુશ્તાક અલી (ટી20) મેચ પણ રાશે જે આઠ નવેમ્બરથી શરૂ થઈને 1 ડિસેમ્બર સુધી ચાલશે. તેમાં કુલ 142 મેચ રમાશે.

આ પણ જુઓ : મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ

રણઝી ટ્રોફીની શરૂઆત ડિસેમ્બરથી થશે
ત્યાર બાદ તમામ સ્થાનિક ક્રિકેટરો જેની આતુરતાથી રાહ જોતા હોય છે તે રણજી ટ્રોફીની શરૂઆત થશે. રણજી ટ્રોફીની શરૂઆત આ વર્ષે ડિસેમ્બર
2019 થી થશે અને તે માર્ચ 2020 સુધી રમાશે. ટૂર્નામેન્ટનું ફોર્મેટ છેલ્લી સિઝન અનુસાર રહશે. જ્યાં ટોપ ટીમો પ્લેટ ગ્રુપથી ક્વાર્ટર ફાઇનલ માટે ક્વોલિફાઇ કરશે. સીનિયર મહિલા ઘરેલૂ સિઝન ટી20 લીઝની સાથે ઓક્ટોબરમાં શરૂ થશે.

cricket news board of control for cricket in india ranji trophy