બીજી ટેસ્ટમાં વિન્ડીઝના ૪૦૯ રન સામે બંગલા દેશ ૪ વિકેટે ૧૦૫ રન

13 February, 2021 05:02 PM IST  |  Dhaka | Gujarati Mid day Correspondent

બીજી ટેસ્ટમાં વિન્ડીઝના ૪૦૯ રન સામે બંગલા દેશ ૪ વિકેટે ૧૦૫ રન

ઉફફ યે ક્યા હો ગયા...: નર્વસ નાઇન્ટીઝનો શિકાર બની પોતાની સેન્ચુરી ચૂકી ગયેલો ઍન્ક્રુમાહ બોનર (તસવીર: પી.ટી.આઇ.)

વેસ્ટ ઇન્ડીઝ અને બંગલા દેશ વચ્ચેની બીજી અને અંતિમ ટેસ્ટ મૅચના બીજા દિવસે વેસ્ટ ઇન્ડીઝ ૪૦૯ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું અને બંગલા દેશે પોતાની પહેલી ઇનિંગમાં નબળી શરૂઆત કરતાં ૧૦૫ રને ૪ વિકેટ ગુમાવી હતી.

પહેલા દિવસે પાંચ વિકેટે ૨૨૩ રનથી આગળ રમવા ઊતરેલી વેસ્ટ ઇન્ડીઝ ટીમના ઍન્ક્રુમાહ બોનરે ૨૦૯ બૉલમાં ૭ ચોગ્ગા ફટકારી ૯૦ રન બનાવ્યા હતા, જ્યારે જોશુઆ ડા સિલ્વા ૧૮૭ બૉલમાં ૧૦ ચોગ્ગા ફટકારીને ૯૨ રને આઉટ થયો હતો. બદ્નસીબે આ બન્ને પ્લેયર્સ નર્વસ નાઇન્ટીઝનો શિકાર બનતાં સેન્ચુરી ચૂકી ગયા હતા. આ બે પ્લેયર્સ ઉપરાંત અલ્ઝારી જોસેફે ૮ ચોગ્ગા અને પાંચ સિક્સર ફટકારીને ૮૨ રન કર્યા હતા જેને લીધે ટીમ ૪૦૦ રનનો આંકડો પાર કરી શકી હતી. અબુ જાયેદ અને તૈજુલ ઇસ્લામને ચાર-ચાર જ્યારે મેહંદી હસન અને સૌમ્ય સરકારને એક-એક વિકેટ મળી હતી.

૪૧૦ રનનું લક્ષ્ય પ્રાપ્ત કરવા ઊતરેલા બંગલા દેશે પહેલી જ ઓવરના અંતિમ બૉલમાં સૌમ્ય સરકાર (ઝીરો)ની વિકેટ ગુમાવી હતી.  નજમુલ હસન શન્તો (૪) બાદ મોમિનુલ હક (૨૧) અને તમિમ ઇકબાલ (૪૪) આઉટ થતાં ટીમનો સ્કોર દિવસના અંતે ૪ વિકેટે ૧૦૫ રન થયો હતો. ૨૭ અને ૬ રન કરી મુસ્ફિકુર રહીમ અને મોહમ્મદ મિથુન રમી રહ્યા છે. જોકે બંગલા દેશ હજી વિન્ડીઝના લક્ષ્યથી ૩૦૪ રન પાછળ છે.

sports sports news cricket news test cricket west indies bangladesh