બંગલા દેશે આપેલા ૩૯૫ના લક્ષ્યાંક સામે કૅરિબિયનોએ કર્યા ૩ વિકેટે ૧૧૦ રન

07 February, 2021 04:32 PM IST  |  Chattogram | Gujarati Mid-day Correspondent

બંગલા દેશે આપેલા ૩૯૫ના લક્ષ્યાંક સામે કૅરિબિયનોએ કર્યા ૩ વિકેટે ૧૧૦ રન

પ્રતીકાત્મક તસવીર

પહેલી ટેસ્ટ મૅચના ત્રીજા દિવસના અંત સુધી ત્રણ વિકેટે ૪૭ રન બનાવ્યા બાદ બંગલા દેશે ગઈ કાલે મૅચના ચોથા દિવસે કૅપ્ટન મોમીનુલ હકની ૧૧૫ રનની ઇનિંગને લીધે મૅચમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. પાંચમી વિકેટ માટે મોમીનુલ હક અને લિટન દાસ (૬૯) વચ્ચે ૧૩૩ રનની ઇનિંગ રમાઈ હતી. આ બન્ને પ્લેયર્સ આઉટ થયા બાદ ૬૮મી ઓવરમાં બે વિકેટ ગુમાવતાં બંગલા દેશે ૮ વિકેટે ૨૨૩ રન પર બીજી ઇનિંગ ડિક્લેર કરી હતી. આ ઇનિંગમાં વેસ્ટ ઇન્ડીઝે સાત પ્લેયર પાસે બોલિંગ કરાવડાવી હતી. પહેલી ઇનિંગમાંના શેષ રહેલા ૧૭૧ રન અને બીજી ઇનિંગના ૨૨૩ રન મળી કુલ ૩૯૪ રન કરીને વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ મૅચ જીતવા માટે ૩૯૫ રનનો લક્ષ્યાંક હતો. આ લક્ષ્ય પ્રાપ્ત કરવા ઊતરેલી વેસ્ટ ઇન્ડીઝે બીજી ઇનિંગમાં દિવસના અંત સુધી ત્રણ વિકેટે ૧૧૦ રન બનાવી લીધા હતા. તેમને આ ટેસ્ટ મૅચ જીતવા હજી ૨૮૫ રનની જરૂર છે.

sports sports news cricket news bangladesh west indies