બાંગ્લાદેશના ક્રિકેટરો બોર્ડ સામે હડતાલ પર ઉતર્યા, ભારત પ્રવાસ રદ્દ થશે

21 October, 2019 06:50 PM IST  |  Mumbai

બાંગ્લાદેશના ક્રિકેટરો બોર્ડ સામે હડતાલ પર ઉતર્યા, ભારત પ્રવાસ રદ્દ થશે

બાંગ્લાદેશ ક્રિકેટ

Mumbai : બાંગ્લાદેશ ક્રિકેટ ટીમનો ભારત પ્રવાસ જોખમમાં મુકાયો છે. મળતી માહિતી મુજબ બાંગ્લાદેશના ક્રિકેટરો હડતાલ પર ઉતરી ગયા છે. ક્રિકેટરોએ ક્રિકેટ બોર્ડ સામે 11 શરતો મુકી છે અને કહ્યું છે કે જ્યા સુધી તેમની 11 શરતો નહીં માનવામાં આવે ત્યા સુધી તે ક્રિકેટથી દુર રહેશે. ક્રિકેટરોની હડતાલની સીધી અસર રાષ્ટ્રીય રમત પર થશે. મહત્વનું છે કે આવતા મહિને એટલે કે નવેમ્બરથી બાંગ્લાદેશનો ભારત પ્રવાસ શરૂ થાય છે. આ પ્રવાસ પણ હવે પ્રશ્નાર્થ લાગ્યો છે.


જાણો, બાંગ્લાદેશ ક્રિકેટરોએ બોર્ડ સામે કઇ શરતો મુકી છે

બાંગ્લાદેશ પ્રીમિયર લીગ ફ્રેન્ચાઈઝ મોડલમાં જ રમાડવામાં આવે.

ઢાકા પ્રીમિયર લીગ, બાંગલાદેશની ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં સેલેરી કેપ ન હોવી જોઈએ.

સેન્ટ્રલ કોન્ટ્રાકટ લિસ્ટમાં વધુ ખેલાડીઓનો સમાવેશ અને ખેલાડીઓને વધુ સેલેરી મળવી જોઈએ.

લોકલ ખેલાડીઓને વિદેશી ખેલાડીઓ જેટલી જ સેલેરી મળવી જોઈએ.

ક્રિકેટર્સ વેલ્ફેર એસોસિયેશન ઓફ બાંગ્લાદેશની હાલની બોડી ઈલેક્શન દ્વારા ફરીથી બનવી જોઈએ.


ખેલાડીઓએ કરી હતી પ્રેસ કોન્ફરન્સ
શાકિબ અલ હસન, મહમ્મદુલ્લાહ, મુશફિકર રહીમ જેવા સીનિયર ખેલાડીઓ સોમવારે પ્રેસ કોન્ફ્રન્સમાં હાજર રહ્યા હતા અને પોતાનો કેસ રજૂ કર્યા હતા. BCBના સીઈઓ નિઝામુદીન ચૌધરીએ કહ્યું કે, અમને આ અંગે જાણ થઇ છે અને અમે બોર્ડ સાથે આ વિશે ચર્ચા કરીશું અને જલ્દી કોઈ સોલ્યુશન લઇને આવીશું.

આ પણ જુઓ : 'માહી'ના દિકરી ઝીવા સાથેના આ ફોટોસ બનાવી દેશે તમારો દિવસ

બાંગ્લાદેશ ભારતમાં 3 ટી20 અને 2 ટેસ્ટ મેચ રમવાનું છે
બાંગ્લાદેશ ભારત પ્રવાસે 3 ટી-20 અને 2 ટેસ્ટ મેચ રમવાનું છે. ત્રણ ટી-20 3, 7 અને 10 નવેમ્બરે યોજાશે. પ્રથમ ટી-20 દિલ્હી, બીજી ટી-20 રાજકોટ અને ત્રીજી ટી-20 નાગપુર ખાતે રમાશે. જ્યારે પ્રથમ ટેસ્ટ 14 નવેમ્બરના રોજ ઇન્ડોર અને બીજી ટેસ્ટ ટેસ્ટ 22 નવેમ્બરના રોજ કોલકાતા ખાતે રમાશે.

cricket news bangladesh