પરાજય બાદ બાંગ્લાદેશના સુકાની મોમિનુલ હકનો આશાવાદ

25 November, 2019 02:50 PM IST  |  Kolkata

પરાજય બાદ બાંગ્લાદેશના સુકાની મોમિનુલ હકનો આશાવાદ

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના સુકાની મોમિનુલ હક

(આઇ.એ.એન.એસ.) બે ટેસ્ટ મૅચની ભારત સામે રમાયેલી સિરીઝ ગુમાવી ચૂકેલી બાંગ્લાદેશ ટીમના કૅપ્ટન મોમિનુલ હકે કહ્યું કે આવતા ‍વર્ષે રમાનારા સેશન માટે અમારી ટીમે માનસિક રીતે તૈયાર થવાની જરૂર છે.

ટીમ તરીકે અનારૂ પર્ફોર્મન્સ નબળું હતું : મોમિનુલ
મૅચ બાદ પ્રેસ-કૉન્ફરન્સમાં વાત કરતાં મોમિનુલે કહ્યું હતું કે ‘ટીમ તરીકે અમારો પર્ફોર્મન્સ નબળું હતો. બૅટિંગ અને બોલિંગ ડિપાર્ટમેન્ટ પર અમારે કામ કરવાની જરૂર છે. જો અમે અત્યારથી પ્રૅક્ટિસ કરીશું તો આવતા વર્ષ સુધીમાં ઘણું ઇમ્પ્રૂવમેન્ટ કરી શકીશું. ૨૦૨૦માં અમારે ૧૦ ટેસ્ટ રમવાની છે અને એ માટે અમારે માનસિક રીતે તૈયાર થવાની જરૂર છે. દિવસે-દિવસે અમે એ દિશામાં કામ કરી રહ્યા છીએ.


આ પણ જુઓ : જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...

ભલે હારીએ પણ ક્યાંકથી અમારે શરૂઆત તો કરવી જ પડશે : મોમિનુલ
તેણે વધુમાં કહ્યું કે અમને સમય જોઈએ છે અને એનું પરિણામ તમને ભવિષ્યમાં જોવા મળશે. અમે ભલે હારીએ પણ ક્યાંકથી અમારે શરૂઆત તો કરવી જ પડશે. હું વ્યક્તિગત પર્ફોર્મન્સ વિશે નથી વિચારી રહ્યો, પણ ટીમ તરીકે વિચારી રહ્યો છું. જોકે અમને તમિમની ખોટ સાલે છે. તેની ગેરહાજરીને લીધે નવા યુવાઓને જ તક મળી છે એનો તેમણે લાભ ઉઠાવવો જોઈએ.’

cricket news bangladesh sports news