શ્રીલંકાના પ્રવાસ માટે બાંગ્લાદેશ ટીમની જાહેરાત, શાકિબ હસનને આરામ અપાયો

16 July, 2019 08:42 PM IST  |  Dhaka

શ્રીલંકાના પ્રવાસ માટે બાંગ્લાદેશ ટીમની જાહેરાત, શાકિબ હસનને આરામ અપાયો

Dhaka : ક્રિકેટ વર્લ્ડ કપ પુરો થઇ ગયો છે અને વર્લ્ડ કપને હવે તેનો નવી ચેમ્પિયન ટીમ મળી ગઇ છે. આ નવી ટીમ એટલે ક્રિકેટના જન્મદાતા ઇંગ્લેન્ડ છે. હવે વર્લ્ડ કપ બાદ દરેક ટીમો પોતાના આગામી કાર્યક્રમના ભાગ રૂપે વ્યસ્ત થઇ ગયા છે. જેમાં આજે આપણે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની સીરિઝની વાત કરીશું. શ્રીલંકાના પ્રવાસ માટે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પોતાના ટીમ જાહેર કરી દીધી છે.

શાકિબ અને લિટન દાસને અપાયો આરામ
શ્રીલંકા પ્રવાસ દરમ્યાન બાંગ્લાદેશન ટીમની આગેવાની મુશરફે મુર્તજાને સોપવામાં આવી છે. વેબસાઇટ ક્રિકબઝ પ્રમાણેવર્લ્ડ કપ 2019 માં બાંગ્લાદેશ માટે 606 રન અને 11 વિકેટ ઝડપનાર ખેલાડી શાકિબ અલ હસન તથા લિટન દાસને આરામ આપવામાં આવ્યો છે. શાકિબ હસન અને લિટન દાસ બાંગ્લાદેશ ટીમના સ્ટાર ખેલાડીઓ છે.

આ પણ જુઓ : ક્રિકેટની ફૅન રાતોરાત બની ગઈ હતી ફૅમસ, જાણો કોણ છે?

બાંગ્લાદેશ-શ્રીલંકા વચ્ચે 3 વન-ડે સીરિઝ રમાશે
બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે 3 મેચની વનડે સીરિઝ રમવાની છે. આ ત્રણેય વનડે
26, 28 અને 31 જુલાઈથી શરૂ થશે. આ વન-ડે સીરિઝ શ્રીલંકાના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. ઉલ્લેખનીય છે કે શ્રીલંકા છેલ્લા ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઘણું નબળું પ્રદર્શન કરી રહી છે. ત્યારે શ્રીલંકાની ટીમ પર પોતાના પ્રદર્શન સુધારવા પર ઘણું દબાણ રહેશે.

આ પણ જુઓ : કોણ છે આ ગ્લેમરસ ચહેરો, મૅચ દરમિયાન થઈ રહ્યો છે ફૅમસ

બાંગ્લાદેશની વન-ડે ટીમ
:
મુશરફે મુર્તજા (સુકાની)
, મુસ્તફિકુર રહીમ, તમીમ ઇકબાલ, સૌમ્ય સરકાર, મહમુદૂલ્લાહ, સબ્બીર રહમાન, મોહમ્મદ મિથુન, મોસાદ્દેક હુસૈન, રૂબેલ હુસૈન, અનામુલ હક બિજોય, મેહદી હસન મિરાજ, મોહમ્મદ સૈફુદ્દીન, તાઇજુલ ઇસ્લામ અને મુસ્તફિઝુર રહમાન.

cricket news bangladesh sri lanka