કોરોનાને લીધે ઝિમ્બાબ્વેમાં ક્રિકેટ પર બૅન

05 January, 2021 03:25 PM IST  |  Harere | Gujarati Mid-day Correspondent

કોરોનાને લીધે ઝિમ્બાબ્વેમાં ક્રિકેટ પર બૅન

પ્રતીકાત્મક તસવીર

કોરોનાના માર બાદ ધીરે-ધીરે ક્રિકેટજગત ફરી થાળે પડી રહ્યું છે ત્યારે ઝિમ્બાબ્વેમાં ખરાબ સમાચાર આવ્યા છે. ઝિમ્બાબ્વેમાં છેલ્લા અઠવાડિયામાં ૧૩૪૨ નવા કોરોનાકેસ આવતાં અને ૩૨ વ્યક્તિનાં મરણ થતાં ઝિમ્બાબ્વે સરકારે દેશમાં કડક લૉકડાઉનની જાહેરાત કરી દીધી છે અને ક્રિકેટ પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. ઝિમ્બાબ્વેમાં આજથી ડોમેસ્ટિક ટી૨૦ ટુર્નામેન્ટ શરૂ થવાની હતી, પણ હવે એને પોસ્ટપોન્ડ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સામેની આગામી સિરીઝ સામે પણ પ્રશ્નચિહ્‍ન લાગી ગયું છે.

sports sports news cricket news zimbabwe