અપના વિહારી, સબ પે ભારી

15 January, 2021 10:17 AM IST  |  New Delhi | Mumbai Correspondent

અપના વિહારી, સબ પે ભારી

અપના વિહારી, સબ પે ભારી

સિડની ટેસ્ટ મૅચ બચાવવા હનુમા વિહારી અને રવિચંદ્રન અશ્વિને ઑસ્ટ્રેલિયન પ્લેયરોને વિકેટ ન આપીને થકવી નાખ્યા હતા. હનુમા વિહારીએ તો ૧૬૧ બૉલ રમીને નૉટઆઉટ ૨૩ રન બનાવ્યા હતા. તેની આ ધીમી પારીને વખોડતાં સિંગર અને ભારતીય જનતા પાર્ટીના નેતા બાબુલ સુપ્રિયોએ એક ટ્વીટ કરી હતી જે તેમની અન્ય એક ભૂલને કારણે પણ વાઇરલ થઈ હતી.
વિહારીની ઇનિંગ્સને વખોડતી ટ્વીટ કરીને બાબુલ સુપ્રિયોએ કહ્યું કે ‘હનુમા બિહારી ૭ રન બનવવા ૧૦૯ બૉલ રમ્યા. એક ઐતિહાસિક જીત હાંસલ કરવાની ભારતની સંભાવનાનની તેણે કતલ કરી નાખી હતી. ક્રિકેટની પણ તેણે હત્યા કરી દીધી. મહેરબાની કરીને નોંધજો કે મને ક્રિકેટ વિશે કોઈ જ્ઞાન નથી.’
બાબુલ સુપ્રિયોની આ ટ્વીટમાં હનુમાની અટક વિહારીને બદલે બિહારી લખ્યા બાદ હનુમાએ માત્ર સાચા સ્પેલિંગ સાથે પોતાનું નામ લખીને ટ્વીટ કરી હતી, પણ ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દર સેહવાગે એ તક ઝડપી લેતાં અનોખા અંદાજમાં ટ્વીટ કરી હતી. સેહવાગે લખ્યું, ‘અપના વિહારી, સબ પે ભારી.’
કેટલાક યુઝર્સે તો આ ટ્વીટને ૨૦૨૧ની સૌથી સારી ટ્વીટ તરીકે પણ જાહેર કરી દીધી અને અનેક મીમ્સ બનાવી મજાક કરી હતી.

sports sports news cricket news