બાબર પ્રથમ ચારેય ટેસ્ટ જીતનાર પ્રથમ પાકિસ્તાની કૅપ્ટન

12 May, 2021 03:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઝિમ્બાબ્વેને રવિવારે બીજી ટેસ્ટમાં હરાવીને પાકિસ્તાનના કૅપ્ટન બાબર આઝમે ઇતિહાર રચી દીધો છે. કૅપ્ટન તરીકે પ્રથમ ચારેય ટેસ્ટ જીતનાર બાબર પાકિસ્તાનનો પ્રથમ કૅપ્ટન બન્યો હતો.

બાબર આઝમ

ઝિમ્બાબ્વેને રવિવારે બીજી ટેસ્ટમાં હરાવીને પાકિસ્તાનના કૅપ્ટન બાબર આઝમે ઇતિહાર રચી દીધો છે. કૅપ્ટન તરીકે પ્રથમ ચારેય ટેસ્ટ જીતનાર બાબર પાકિસ્તાનનો પ્રથમ કૅપ્ટન બન્યો હતો. કૅપ્ટન બન્યા બાદ ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે બન્ને ટેસ્ટમાં જીત મેળવ્યા બાદ હવે ઝિમ્બાબ્વે સામે બન્ને મૅચ જીતીને બાબરે કમાલ કરી હતી. આ ઉપરાંત પાકિસ્તાન ઝિમ્બાબ્વે સામેની સિરીઝ જીતી એ તેની લગાતાર છઠ્ઠ્રી સિરીઝ-જીત હતી. પાકિસ્તાને ઘરઆંગણે ટેસ્ટ અને ટી૨૦ સિરીઝમાં હરાવ્યા બાદ સાઉથ આફ્રિકામાં ટી૨૦ અને વન-ડે અને ત્યાર બાદ ઝિમ્બાબ્વે સામે ટી૨૦ અને ટેસ્ટ સિરીઝ એમ સતત ૬ સિરીઝમાં જીત મેળવી છે. 

pakistan cricket news sports news sports zimbabwe