બાબર આજથી શરૂ થતી બીજી ટેસ્ટમાંથી પણ આઉટ

03 January, 2021 03:43 PM IST  |  Christchurch | Gujarati Mid-day Correspondent

બાબર આજથી શરૂ થતી બીજી ટેસ્ટમાંથી પણ આઉટ

બાબર આઝમ

પાકિસ્તાન અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે બીજી અને છેલ્લી ટેસ્ટ આજથી શરૂ થઈ રહી છે. પહેલી ટેસ્ટમાં રોમાંચક જીત સાથે ન્યુ ઝીલૅન્ડે સિરીઝમાં ૦-૧થી લીડ લઈ લીધી છે અને આજે ઘરઆંગણે ભારત અને વેસ્ટ ઇન્ડીઝને ૨-૦થી હરાવ્યા બાદ પાકિસ્તાનને પણ પરાસ્ત કરીને તેમને વાઇટવૉશની હૅટ-ટ્રિક કરવાના ગોલ્ડન ચાન્સ છે. પહેલી ટેસ્ટ જીતીને ટેસ્ટ રૅન્કિંગ્સમાં ૧૧૭ પૉઇન્ટ સાથે નંબર-વન બની ગયેલી કિવી ટીમ આ મૅચ અને સિરીઝ જીતીને એનું એ સ્થાન કન્ફર્મ કરવાનું અને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં પણ ફરી ટૉપ-ટૂમાં પ્રવેશ કરીને ફાઇનલ પ્રવેશની આશા જીવંત રાખવાનું પણ હશે.

બીજી તરફ પાકિસ્તાનનો કૅપ્ટન બાબર આઝમ ન્યુ ઝીલૅન્ડ સિરીઝમાં એક પણ મૅચ રમ્યા વગર ઘરે પાછો આવશે. બાબર આ બીજી મૅચ માટે પણ અનફિટ જાહેર થતો હતો અને મોહમ્મદ રીઝવાનને ફરી ટીમની કમાન સોંપવામાં આવી છે. આ ટૂરની શરૂઆતમાં જ બાબર ઇન્જર્ડ થયો હતો અને ટી૨૦ સિરીઝમાં નહોતો રમી શક્યો. ત્યાર બાદ પહેલી ટેસ્ટ વખતે પણ ફિટ નહોતો થઈ શક્યો, પણ બીજી ટેસ્ટ રમવા વિશે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, પણ અે પણ શક્ય નહોતું બન્યું. પહેલી રોમાંચક ટેસ્ટમાં પાકિસ્તાનનો પરાજય થયો હતો અને કિવી ટીમ અત્યારે ૧-૦થી આગળ છે. હવે સિરીઝ બચાવવામાં પાકિસ્તાને આ મૅચ જીતવી જરૂરી છે.

sports sports news cricket news pakistan test cricket