ઘાટકોપર જૉલી જિમખાના દ્વારા આયોજિત ‍દિવ્યાંગ ખેલાડીઓની ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ

06 April, 2026 02:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિજેતા વેસ્ટ ઝોન ટીમને કૅશ ૧,૦૦,૦૦૦ રૂપિયા સાથે ટ્રોફી તથા ઉપવિજેતા નૉર્થ ઝોન ટીમને ૫૫,૦૦૦ રૂપિયા અને ટ્રોફી આપવામાં આવી હતી.

ઘાટકોપર જૉલી જિમખાના દ્વારા આયોજિત ‍દિવ્યાંગ ખેલાડીઓની ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ

ઘાટકોપર જૉલી જિમખાના દ્વારા ઑલ ઇન્ડિયા ક્રિકેટ અસોસિએશન ફૉર ફિઝિકલી ચૅલેન્જ્ડના સહયોગથી આયોજિત ૩ દિવસીય લેધર બૉલ ક્રિકેટ ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ ૩ એપ્રિલે ભવ્ય રીતે થઈ હતી. આ પ્રસંગે ચૅરમૅન રજનીકાંત શાહ, સેક્રેટરી મુકેશ બદાણી, જૉઇન્ટ સ્પોર્ટ્સ કો-ઑર્ડિનેટર પ્રશાંત કારિયા, ક્રિકેટ-ઇન્ચાર્જ નિશીથ ગોળવાલા તેમ જ ઑલ ઇન્ડિયા ક્રિકેટ ફૉર ફિઝિકલી ચૅલેન્જ્ડના ઉપપ્રમુખ અનિલ જોગળેકર, વિનોદ દેશમુખ તથા અન્ય કારોબારી સભ્યો હાજર રહ્યા હતા. ટુર્નામેન્ટની ફાઇનલ મૅચ વેસ્ટ ઝોન અને નૉર્થ ઝોન વચ્ચે રમાઈ હતી. નૉર્થ ઝોને ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરતાં ૧૯.૪ ઓવરમાં ૧૭૫ રન બનાવ્યા હતા જેમાં લકી રાવતના ૫૧ રન નોંધપાત્ર હતા. વેસ્ટ ઝોન તરફથી અભિનંદન ઉપાધ્યાયે બાવીસ રનમાં ૪ વિકેટ લીધી હતી. જવાબમાં વેસ્ટ ઝોને અવિનાશ સોનાવણેના શાનદાર ૫૮ રનની મદદથી ૧૭૫ રનનો લક્ષ્યાંક ૪ વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો અને ૬ વિકેટે વિજય મેળવીને ચૅમ્પિયનશિપ પોતાના નામે કરી લીધી હતી. વિજેતા વેસ્ટ ઝોન ટીમને કૅશ ૧,૦૦,૦૦૦ રૂપિયા સાથે ટ્રોફી તથા ઉપવિજેતા નૉર્થ ઝોન ટીમને ૫૫,૦૦૦ રૂપિયા અને ટ્રોફી આપવામાં આવી હતી.

વ્યક્તિગત પુરસ્કાર

બેસ્ટ બૅટ્સમૅન : મયૂરેશ સંસારે (વેસ્ટ ઝોન)

બેસ્ટ બોલર : સુમન દેય (ઈસ્ટ ઝોન)

બેસ્ટ ફીલ્ડર : રાહુલ શર્મા (નૉર્થ ઝોન)

પ્લેયર ઑફ ટુર્નામેન્ટ : અભિનંદન ઉપાધ્યાય (વેસ્ટ ઝોન)

આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન સુંદર રીતે કરવામાં આવ્યું હતું અને તમામ ખેલાડીઓએ ઉત્તમ રમતનું પ્રદર્શન કર્યું હતું.

cricket news ghatkopar sports news sports mumbai