2023ના વર્લ્ડ કપ માટે મેં તૈયારી શરૂ કરી દીધી છે : ફિન્ચ

27 June, 2020 04:07 PM IST  |  Sydney | Agencies

2023ના વર્લ્ડ કપ માટે મેં તૈયારી શરૂ કરી દીધી છે : ફિન્ચ

ઍરોન ફિન્ચ

ઑસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના કૅપ્ટન ઍરોન ફિન્ચનું કહેવું છે કે ૨૦૨૩માં ભારતમાં રમાનારા વર્લ્ડ કપ માટે મેં અત્યારથી પ્રૅક્ટિસ શરૂ કરી દીધી છે. ઍરોન ફિન્ચ છેલ્લે ન્યુ ઝીલૅન્ડ સામે માર્ચ મહિનામાં વન-ડે રમ્યો હતો. વર્લ્ડ કપ વિશેની પોતાની તૈયારી વિશે વાત કરતાં ફિન્ચે કહ્યું કે ‘એક ક્રિકેટપ્રેમી હોવાને કારણે હંમેશાં ક્રિકેટ વિશે વિચારતો રહું છું. એમાં પણ ટી૨૦ વર્લ્ડ કપ અને ૨૦૨૩નો વન-ડે વર્લ્ડ કપ આવી રહ્યો હોવાથી હું એની તૈયારી કરી રહ્યો છું. ભારતમાં રમાનારી એ ટુર્નામેન્ટ અમે કઈ રીતે જીતી શકીએ એ મુદ્દા પર વિચાર કરી રહ્યા છીએ. ટૂંકમાં અમે આગામી ત્રણ મોટી ટુર્નામેન્ટમાં જીત મેળવવા અત્યારથી કામ કરી રહ્યા છીએ. ૫૦ ઓવરની મૅચ ભારતમાં રમવા માટે અમારે વિગતવાર યોજના બનાવવી પડશે. બે સ્પિનર, એક વધારાનો ઑલરાઉન્ડરમાંથી કોની ક્યારે જરૂર પડે એની ખબર નથી માટે અમે અત્યારથી એને માટેની તૈયારી આદરી દીધી છે. ટૂંકમાં ભારતની પિચને ધ્યાનમાં રાખીને અમારે આગળ વધવાનું રહેશે.’

australia world cup cricket news sports news