ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને પહેલી વન-ડેમાં 157 રને માત

12 October, 2019 01:07 PM IST  |  Mumbai

ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને પહેલી વન-ડેમાં 157 રને માત

ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને પહેલી વન-ડેમાં હરાવ્યું

Mumbai : ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે પ્રથમ વન-ડેમાં શ્રીલંકાને 157 રનથી હરાવી હતી. આ સાથે ટીમે 3 વન-ડેની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયાની આ સતત 16મી વન-ડે જીત છે. ટીમે ત્રીજીવાર આ સિદ્ધી મેળવી છે. પુરુષ અને મહિલા ટીમની વાત કરીએ તો અત્યારસુધી કોઈપણ ટીમ આ સિદ્ધી મેળવી શકી નથી. ઓસ્ટ્રેલિયાની ટીમે વન-ડેમાં શ્રીલંકા સામે હજુસુધી હારી નથી. તેની આ શ્રીલંકા પર સતત નવમી જીત છે. ઓસ્ટ્રેલિયન ટીમે આ અગાઉ ટી-20 સીરિઝમાં શ્રીલંકન ટીમને 3-0થી હરાવી હતી.

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પહેલા બેટિંગ કરતા 281 રન નોંધાવ્યા હતા
ટોસ જીતી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. એલિસા હેલી (8) મોટી ઈનિંગ્સ ના રમી શકી. તે પછી કેપ્ટન મેગ લેનિંગે (73) અને ઓપનર રેચિલ હેન્સ (56)એ બીજી વિકેટ માટે 126 રનની ભાગીદારી કરી. જે પછી બેથ મૂની(66)એ અડધી સદી ફટકારી ટીમને 250 નજીક પહોંચાડી હતી. ટીમે 50 ઓવરમાં 8 વિકેટના ભોગે 281 રન કર્યા હતા.

આ પણ જુઓ : Jasprit Bumrahની 'જેન્ટલમેન' સ્ટાઈલને આપનાવો આવી રીતે...

જવાબમાં શ્રીલંકાની ટીમ 124 રનમાં ઓલ આઉટ થઇ ગઇ
જવાબમાં શ્રીલંકન ટીમ
41.3 ઓવરમાં 124 રન કરી ઓલઆઉટ થઈ. કેપ્ટન શશિકલા શ્રીરિવર્ધનેએ સૌથી વધુ 30 રન કર્યા હતા. 6 ખેલાડી ડબલ ફિગર સુધી પણ પહોંચી શકી નહોતી. તાયસા, જોનાસેન અને ગાર્ડનરે 2-2 વિકેટ ઝડપી. કેપ્ટન લેનિંગને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાઈ. સીરિઝની બીજી મેચ સોમવારે રમાશે.

cricket news australia sri lanka