સ્ટીવ સ્મિથે પોતાની કારકિર્દીની સૌથી ધીમી સદી ફટકારી

12 November, 2019 09:00 PM IST  |  Mumbai

સ્ટીવ સ્મિથે પોતાની કારકિર્દીની સૌથી ધીમી સદી ફટકારી

સ્ટીવ સ્મિથ

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમનો પુર્વ સુકાની સ્ટીવ સ્મિથ આજ કાલ ફરી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે. તેનું મુખ્ય કારણ તેણ મેચમાં સૌથી ધીમી સદી ફટકારી હતી. આમ તેણે પોતાની કારકિર્દીની સૌથી ધીમી સદી ફટકારી હતી. સ્ટીવ સ્મિથે શેફિલ્ડ શિલ્ડમાં ન્યૂ સાઉથ વેલ્સ માટે રમતાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાના કરિયરની સૌથી ધીમી સદી ફટકારી હતી. સ્મિથે 6 કલાક બેટિંગ કરતાં ફર્સ્ટ ક્લાસ કરિયરની 42મી સદી પૂરી કરવા 290 બોલ લીધા હતા. અગાઉ તેણે 2017ની એશિઝમાં ગાબા ખાતે 260 બોલમાં સદી મારી હતી. આ અંગે વાત કરતા સ્મિથે કહ્યું કે, ટી-20 રમ્યા પછી ટેસ્ટ ઝોનમાં પાછું ફરવું જરૂરી હતું. મેં ક્રિઝ પર સમય લીધો હતો અને હું મારી બેટિંગથી ખુશ છું.



આ પણ જુઓ : જુઓ અત્યારે કેવા લાગે છે ભારતને ટી-20 વર્લ્ડ જીતાડનાર ખેલાડીઓ

મેં ધાર્યા કરતા ઘણી ધીમી બેટિંગ કરી : સ્મીથ
સ્મિથે કહ્યું કે, " મેં ધાર્યા કરતા ધીમી બેટિંગ કરી હતી કારણ કે બોલ ધીમો આવી રહ્યો હતો અને રન કરવા સરળ ન હતા. મારુ માનવું છે કે, હું જયારે સમય લઈને દરેક બોલને મેરીટ પ્રમાણે રમું છું ત્યારે મારી શ્રેષ્ઠ રમત રમું છું. તેમને પણ ક્રેડિટ મળવો જોઈએ, તેમણે સારા એરિયામાં બોલિંગ કરીને રન કરવા અઘરા કર્યા હતા." સ્મિથ 103 રને માર્ક્સ સ્ટોઈનિસની બોલિંગમાં આઉટ થયો હતો, જોકે તે આઉટ હતો કે નહીં તે સ્પષ્ટ થયું નથી. સ્મિથે કહ્યું કે, મને નથી લાગતું કે હું બોલને અડ્યો હતો, પરંતુ ક્રિકેટમાં તેવું ચાલ્યા કરે.

cricket news steve smith australia