ઓસ્ટ્રેલિયન ક્રિકેટર Ricky Ponting હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં દાખલ

02 December, 2022 05:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રિકી પોન્ટિંગને હૃદય સંબંધિત ફરિયાદ બાદ શુક્રવારે પર્થની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

રિકી પોન્ટિંગ

ઓસ્ટ્રેલિયા (Australia)ના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ(Ricky Pontingને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. રિકી પોન્ટિંગને હૃદય સંબંધિત ફરિયાદ બાદ શુક્રવારે પર્થની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઓસ્ટ્રેલિયા વિ વેસ્ટ ઈન્ડિઝ શ્રેણીમાં પોન્ટિંગ કોમેન્ટેટર તરીકે સામેલ છે. અહેવાલો અનુસાર, પૂર્વ કેપ્ટનને વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે કોમેન્ટ્રી કરતી વખતે હાર્ટ એટેક આવતા તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

ઓસ્ટ્રેલિયન અખબાર ડેઈલી ટેલિગ્રાફના અહેવાલ મુજબ તેના સાથીઓએ હાલમાં પોન્ટિંગની સ્થિતિ સ્થિર હોવાનું જણાવ્યું છે. પોન્ટિંગ હવે ત્રીજા સત્રમાં કોમેન્ટ્રી નહીં કરે. અહેવાલો અનુસાર, પોન્ટિંગે પોતે અસ્વસ્થતા અનુભવતા તેના સાથીદારોને જણાવ્યું હતું અને કેટલાક લક્ષણો અનુભવ્યા બાદ ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું હતું.


છેલ્લા કેટલાક વર્ષો ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યા છે. આ વર્ષે, માર્ચમાં આ રમત ઓસ્ટ્રેલિયાના બે મોટા દિગ્ગજો રોડ માર્શ અને શેન વોર્નને ગુમાવી બેઠી હતી.

સપ્ટેમ્બર 2020 માં અન્ય એક ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડીન જોન્સનું પણ હૃદયરોગના હુમલાને કારણે અચાનક અવસાન થયું. વધુમાં ભૂતપૂર્વ પશ્ચિમ ઓસ્ટ્રેલિયા વિકેટ-કીપર અને તાજેતરમાં નેધરલેન્ડના કોચ રેયાન કેમ્પબેલને પણ આ વર્ષે એપ્રિલમાં કાર્ડિયાક એપિસોડનો અનુભવ થયો હતો, જેના કારણે તે લગભગ મૃત્યુ પામ્યો હતો.

પોન્ટિંગે 168 ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે, જેમાં 41 સદી અને 62 અડધી સદી સાથે 51.85ની સરેરાશથી 13378 રન બનાવ્યા છે.

તેણે 375 વનડેમાં 42.03ની સરેરાશથી 13,704 રન બનાવ્યા, જેમાં 30 સદી અને 82 અડધી સદી સામેલ છે.

તેણે 17 T20માં 28.64ની એવરેજથી 401 રન બનાવ્યા અને બે અડધી સદી ફટકારી.

તે ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ હતા જેણે 1999, 2003 અને 2007માં સતત ત્રણ 50-ઓવરનો વર્લ્ડ કપ જીત્યો હતો. જેમાં તેણે કેપ્ટન તરીકે બે ટુર્નામેન્ટમાં ટીમને જીત અપાવી હતી.

sports news australia ricky ponting