ઑસ્ટ્રેલિયાના બોલરોના જોશ સામે ઇંગ્લૅન્ડના ઊડ્યા હોશ

16 August, 2019 09:12 AM IST  |  લૉર્ડ્સ

ઑસ્ટ્રેલિયાના બોલરોના જોશ સામે ઇંગ્લૅન્ડના ઊડ્યા હોશ

ઑસ્ટ્રેલિયાના બોલરોના જોશ સામે ઇંગ્લૅન્ડના ઊડ્યા હોશ

ઑસ્ટ્રેલિયન બોલર જોશ હેઝલવુડ અને બીજા બોલરોની શાનદાર બોલિંગથી બીજી ઍશિઝ ટેસ્ટના બીજા દિવસે ઇંગ્લૅન્ડની ટીમ ૭૭.૧ ઓવરમાં ૨૫૮ રન બનાવીને ઑલઆઉટ થઈ હતી. આ ટેસ્ટનો પહેલો દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયો હતો.
જોશ હેઝલવુડ, પૅટ કમિન્સ અને નૅથન લાયને ૩-૩ વિકેટ, જ્યારે પીટર સીડલે એક વિકેટ લીધી હતી. ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન ટિમ પેઇને ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોશ હેઝલવુડે પહેલી ૩ વિકેટમાં જેસન રૉય, જો રૂટ અને જો ડેનલીને આઉટ કરીને પ્રેશર વધાર્યું હતું. ઇંગ્લૅન્ડ વતી ફક્ત રોરી બર્ન્સ (૫૩) અને જૉની બેરસ્ટો (૫૨) ફિફ્ટી ફટકારવામાં સફળ રહ્યા હતા.

australia england sports news